તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Latest News For 'Sweetie' Catches Online Predators, Virtual Child Sex, Web Cam Child Sex Tourism

નેટિઝનનું નવું વ્યસન, બાળકો પાસે e-SEXની કરે છે ડીમાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેબકેમ પર ચાઈલ્ડ સેક્સ ટુરિઝમનો નવો કારોબાર ધમધમી રહ્યો છે, સ્ટિંગમાં એક હજાર પુરૂષોની સંડોવણી ખુલી

નેધરલેન્ડના ચીલ્ડ્રન્સ રાઈટ્સ ગ્રુપ 'ટેરે ધી હોમ્સ' દ્વારા ઈન્ટરનેટ ઉપર બિન્ધાસ્ત રીતે 'વેબકેમ ચાઈલ્ડ સેક્સ ટુરિઝમ'નો કારોબાર ધમધમી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો કરાયો છે. આ સંગઠને 'સ્વીટી' નામનું ઑનલાઈન સ્ટિંગ ઓપરેશન હાથધર્યું હતું, તેમજ વર્ચ્યુઅલ ચાઈલ્ડ સેક્સ સંબંધીત એક ડોક્યુમેન્ટરી પણ યૂ-ટ્યૂબ પર અપલોડ કરી છે. 'સ્વીટી' નામના સ્ટિંગ ઓપરેશનમાં ટેરે ધી હોમ્સે ઈન્ટરનેટ ઉપર ચાઈલ્ડ સેક્સના વ્યસની બનેલા 1000 લોકોની ઓળખ કરી હતી.

'ટેરે ધી હોમ્સ'ના ડીરેક્ટર હેજ ગ્યૂટે જણાવ્યું કે તેમણે એમસ્ટર્ડમ સ્થિત પોતાની ઓફિસમાં એક એનિમેટેડ યુવતી તૈયાર કરી અને ઈન્ટરનેટ ઉપર સ્કાઈપ મારફતે યુઝર્સ સમક્ષ રજુ કરી હતી. બાળકોનું જાતિય શોષણ અટકાવવા માટે સંગઠને સ્ટિંગ ઓપરેશનની તમામ માહિતી ઈન્ટરપોલને આપી દીધી છે. આ ઉપરાંત ગ્યૂટે ચેતવણી આપી હતી કે જો આને અટકાવાશે નહીં તો, 'વેબકેમ ચાઈલ્ડ સેક્સ ટુરિઝમ'નો કાળો કારોબાર પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની માફક લાખો ડોલરનો થશે અને ત્યારબાદ તેના પર અંકુશ લાવવામાં મુશ્કેલી પડી શકે છે.

ચાઈલ્ડ સેક્સમાં ભારતીય પુરૂષોની પણ સંડોવણી, વાંચો આગળની સ્લાઈડમાં...