તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Latest News For Diwali Celebration Around The World Michelle Obama

દિવાળીનો જશ્ન સાત સમુદ્ર પારઃ બોલીવુડ ધૂનો પર મિશેલે માર્યા ઠુમકાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીપાવલીનો જશ્ન ભારતમાંજ નહીં પણ સાત સમુદ્ર પાર પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ જશ્નમાં વિદેશમાં વસતા ભારતીયો ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમના પત્ની મિશેલ અને બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન તેમજ તેમના પત્ની સામંથા સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.

બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ બોલીવુડ સ્ટાઈલમાં દિવાળીની ઉજવણી કરી હતી તો કેમેરોન અને તેમના પત્ની સાદા પહેરવેશમાં પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી. દિવાળી ઉપર બ્રિટિશ વડાપ્રધાનના પત્ની ભારતીય સાડીમાં સજ્જ થયા હતા.


બ્રિટિશ પીએમના પત્નીની સાડીની ચર્ચા ચોતરફ

બ્રિટિશ અખબાર 'ધી ગાર્ડિયને' સામંથાની દિવાળીને સૌથી ખાસ ગણાવી હતી. અખબારે લખ્યું છે કે સામંથાએ જે અંદાજમાં સાડી પહેરી હતી તે ખુબજ અદભૂત લાગી રહી હતી. સામંથા અગાઉ અનેક બ્રિટન મહિલાઓએ ભારતીય પહેરવેશ પહેર્યો છે, પરંતુ સામંથા જેટલું ખુબસુરત કોઈ લાગ્યું નથી. તેમની સાડી પહેરવાની રીત કાબિલે દાદ હતી.

અમેરિકામાં 5 નવેમ્બરના દિવાળીની ઉજવણી કરાઈ

અમેરિકામાં 5 નવેમ્બરના દિવાળી ઉજવવામાં આવી હતી. આ અવસરે વ્હાઈટ હાઉસ ખાતે રોશની કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ મંત્રોચ્ચાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઓબામાએ દિવાળી ઉપર વિશેષ રાત્રિભોજ આપ્યું અને તેમના પત્ની મિશેલ ઓબામાને બોલિવુડ ગીતોની ધૂન ઉપર ડાન્ક કરીને દિવાળી સેલિબ્રેટ કરી હતી.

આગળ જુઓ, બ્રિટિશ પીએમ કેમેરોનના પત્ની સામંથાએ કરી દિવાળીની ઉજવણી...