દેવયાની સામે અમેરિકામાં વધુ એક કેસ, અરેસ્ટ વોરન્ટ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડે પર અમેરિકાએ વિઝા છેતરપિંડીનો વધુ એક કેસ કર્યો છે. બે દિવસ અગાઉ અમેરિકાની કોર્ટે દેવયાની સામેનો આવો જ એક કેસ ફગાવી દીધો હતો. ગત ડિસેમ્બરમાં તેમની ધરપકડ પણ કરાઈ હતી.

આ કેસ કોર્ટે ફગાવી દેતાં અમેરિકાના ઓબામા વહીવટીતંત્રે નારાજગી પણ વ્યક્ત કરી હતી. દેવયાની સામે નોકરણીની વિઝા અરજીમાં ખોટી વિગતો દર્શાવવાનો આરોપ મોકાયો હતો. દેવયાની સામેના કેસને ફગાવી દેતાં કોર્ટે જણાવ્યું હોવાથી તેમને રાજદ્વારી મુક્તિ પ્રાપ્ત હોવાથી તેમની સામે કેસ ચલાવી શકાય નહીં.