ચીનના રાષ્ટ્રપતિ કરતાં વધુ ફેમસ છે તેમની પત્ની પેંગ લિયુઆન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનના શાસનમાં થયેલા બદલાવની સાથે સમગ્ર વિશ્વની નજર ચીનના રાજકારણ ઉપરાંત તેની ફર્સ્ટ લેડી પેંગ લિયુઆન ઉપર પણ રહેલી છે. પેંગ અનેક રીતે સ્પેશ્યલ હોવાનું જણાય છે. ચીન જેવા દેશમાં રાજકીય નેતાઓને તેમના નામથી ઓળખવામાં નથી આવતાં ત્યારે પેંગ ઈતિહાસ રચી રહ્યા છે. સમગ્ર દેશની મહિલાઓ તેમની તરફ આશાભરી મિટ માંડીને જોઈ રહી છે અને પેંગ અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત પણ બની છે.

વિખ્યાત ફોક સિંગર પેંગ ઘણા સમય પહેલાથી એક લેલિબ્રિટીનો દરજ્જો ધરાવે છે. તેઓ ઘણા સમયથી તેના પતિ અને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ બનેલા શી જિનપિંગ કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે. છેલ્લા 24 વર્ષથી સરકારી ટીવી ઉપર પ્રસારિત થતા નવવર્ષના કાર્યક્રમમાં તે પરફોર્મ કરે છે. આ કાર્યકર્મને કરોડો દર્શકો નિહાળતા હોય છે. જો કે તેમની ઉપલબ્ધી આટલા પૂરતી સિમિત નથી પણ તે ચીનની સેના પીપલ્સ બિબરેશન આર્મીમાં સૌથી નાની વયે મેજર નજરલ બનનાર પ્રથમ નાગરિક છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એચઆઈવી/એઈડ્સ અને ટીબી વિરૂદ્ધ જાગરૂકતા અભિયાનના તે ગુડવિલ એમ્બેસેડર પણ છે. પેંગના નામનો અર્થ અલબેલી ખુબસુરતી થાય છે.