તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Khan Saeed Mehsud The New Chief Of The Pakistani Taliban

ખાન સઈદ મેહસૂદ પાકિસ્તાની તાલિબાનનો નવો વડો નિમાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ખાન સઈદ મેહસૂદ પાકિસ્તાની તાલિબાનનો નવો વડો નિમાયો
-તાલિબાને કહ્યું કમાન્ડર હકીમુલ્લાહના મોતનો બદલો લઈશું
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ખાન સઈદ મેહસૂદ ઉર્ફે ખાલિદની તેના નવા ચીફ તરીકે પસંદગી કરી છે. એક દિવસ પહેલાં જ તેનો કમાન્ડર હકીમુલ્લાહ મેહસૂદ ઉત્તર વઝીરિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. એ પછી પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
ખાન સઈદની પસંદગી પાકિસ્તાની તાલિબાના શૂરાએ કરી હતી. બેઠકમાં શૂરાના ૬૦ સભ્યો હાજર રહ્યા હતા. ૪૩એ ખાન સઈદની તરફેણમાં જ્યારે ૧૭ વિરોધમાં વોટ આપ્યા હતા. આ માહિ‌તી તાલિબાનનાં સૂત્રોએ પાકિસ્તાની અખબાર 'ડોન’ને આપી હતી. ઉગ્રવાદી સંગઠનથી અલગ થયેલા જૂથે આ નિમણૂકને સમર્થન આપ્યું નથી. માનવામાં આવે છે કે ૩૬ વર્ષનો ખાલિદ સઈદ ઉર્ફે સજના કરાચીના નેવલ બેઝ પર કરાયેલા હુમલામાં સામેલ હતો. હુમલાનું કાવતરું પણ તેણે જ ઘડયું હતું. ગત વર્ષે ઉત્તર-પ‌શ્ચિ‌મમાં બન્નુ શહેરની જેલમાંથી ૪૦૦ તાલિબાની આતંકવાદીઓને ભગાડી મૂકવામાં તેણે મદદ કરી હતી. સજનાએ કોઈ પણ પ્રકારનું પારંપારિક કે ધાર્મિ‌ક શિક્ષણ મેળવ્યું નથી. અફઘાનિસ્તાન યુદ્ધમાં પણ તે સક્રિય હતો. હાલમાં તે દક્ષિણ વઝીરિસ્તાન તાલિબાનનો પ્રમુખ છે.
તાલિબાને મેહસૂદનાં મોતમાં પાકિસ્તાન સરકારનો હાથ હોવાનો આરોપ પણ મૂક્યો છે. તેણે કહ્યું છે કે આ મોતનો બદલો લેવામાં આવશે. ન્યૂર્યોક ટાઈમ્સના અહેવાલ અનુસાર તાલિબાન કમાન્ડર અબુ ઉમરે કહ્યું છે કે અમને અમારા દુશ્મનો અંગે જાણ છે અને તેનો બદલો ચોક્કસ પણે લઈશું.