કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ : ઝરદારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉકેલવા ફરી સંયુક્ત રાષ્ટ્ર મંચનો ઉપયોગ કર્યો. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારીએ કહ્યું કે કાશ્મીર અંગે સુરક્ષા પરિષદે પસાર કરેલો ઠરાવ હજી અમલી બની શક્યો નથી. સંયુક્ત રાષ્ટ્રની આ નિષ્ફળતા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૬૭મા સત્રમાં ૨૦ મિનિટનું પ્રવચન આપતાં તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની નબળાઇનું પ્રતીક બની રહ્યો છે. ઝરદારીએ કહ્યું કે આવા મુદ્દાને માત્ર સહયોગથી ઉકેલી શકાય. ઝરદારીએ કહ્યું કે તેઓ કાશ્મીરના લોકોને શાંતિપૂર્વક પોતાના ભાવિ અંગેનો નિર્ણય લેવા દેવા સમર્થન આપીએ છીએ. ગયા મહિ‌ને તહેરાન ખાતે ભારતીય વડાપ્રધાન મનમોહનસિંઘ સાથે યોજાયેલી મુલાકાત ઉત્સાહવર્ધક રહી હોવાનું જણાવ્યું હતું. જે કહી દીધું તે કહી દીધું ઝરદારીએ કાશ્મીર મુદ્દે આપેલા નિવેદન અંગે મહાસભાખંડ બહાર તેમની પ્રતિક્રિયા લેવા પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે આ મુદ્દે કાંઇ જ કહેવા ઇનકાર કર્યો. વિદેશપ્રધાન હીના રબ્બાનીને પૂછયું તો તેમણે કહ્યું કે 'પ્રમુખને જે કહેવું હતું તે કહી દીધું. તેમના વક્તવ્યમાં બધું જ છે વાંચી લો.’ ઝરદારીના વક્તવ્યનો અર્થ - પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના આ જ ઠરાવનો હવાલો આપીને કાશ્મીરમાં ત્રાસવાદી હિ‌લચાલોને દરેક પ્રકારે સમર્થન આપતું રહેશે. -સંયુક્ત રાષ્ટ્ર નિષ્ફળ રહ્યું છે. તેથી તેમાં સુધારાની જરૂરત છે. ભારતને સંયુક્ત રાષ્ટ્રનું સ્થાયી સભ્ય બનતા રોકવાનો પ્રયાસ. - વારંવાર કહે છે કે પાકિસ્તાન ત્રાસવાદનો સૌથી વધુ સામનો કરી રહ્યું છે. અમેરિકા વગેરે દેશો પાસેથી તે માટે નાણાકીય મદદ પણ લે છે. તે મદદ મેળવતા રહેવાનો પ્રયાસ તેથી ત્રાસવાદીઓને નાણા પૂરા પાડવામાં પણ સરળતા રહે.