• Gujarati News
  • Jurassic World The Park Is Open Dinosaurs Movie Will Be Entertaining

જુરાસિક વર્લ્ડનાં ખતરનાક ડાયનોસોર મનોરંજન પણ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશલ ડેસ્કઃ સ્ટીવન સ્પીલબર્ગની 1993માં આવેલી ફિલ્મ જુરાસિક પાર્કનાં ડાયનોસોર ખૂબ આશ્ચર્યજનક જાનવર હતું. 12 જૂને પ્રકાશિત થઈ રહેલી જુરાસિક વર્લ્ડમાં થીમ પાર્કની સેર કરનાર દર્શકો માટે બધા હિંસક પશુ એક સમાન છે. ફિલ્મનાં ડાયરેક્ટર કોલિન ટ્રેવોરો કહે છે કે, અમે એવી દુનિયા બનાવવા માંગીએ છીએ જ્યાં લોકો પોતાની આસપાસ થઈ રહેલા અચરજોને જોઈએ સ્તબ્ધ રહી જાય. ફિલ્મ અનુસાર થીમ પાર્કનું મેનેજમેન્ટ જૂના ડાયનોસોરથી કંટાળતા દર્શકોને રસ જાળવી રાખવા માટે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિનાં અવશેષોથી જીએમ (જીન સંવર્ધિત) ટેક્નોલોજીનાં માધ્યમથી સુપર ડાયનોસોરનું નિર્માણ કરે છે. નિશ્ચિત છે કે ત્યારબાદ અરાજકતાનું ચક્ર ચાલે છે.
ફિલ્મનો નવો સુપર સ્ટાર ઈન્ડોમિનસ રેક્સ છે. ટ્રેવોરો કહે છે કે, આ પ્રાણી એટલુ અનોખુ પણ નથી, કે કોઈને સાઈન્સ ફિક્શન ફિલ્મનું દૈત્ય લાગે. વહીવટી પ્રોડ્યુસર સ્પીલબર્ગ અને જીવાશ્મ વિજ્ઞાની જેક હોર્નરે રેક્સને ખૂબ સ્માર્ટ, ઝડપી અને ખૂબ વિશાળ જણાવ્યો. ટ્રેવોરોએ જણાવ્યું કે, જુરાસિક પાર્કમાં ડાયનોસોર એક વૈજ્ઞાનિક પ્રોજેક્ટનો ભાગ છે. જુરાસિક વર્લ્ડમાં તેને રોમાંચ પેદા કરનાર દેખાડ્યો છે. તે મનોરંજન કરે છે. જુરાસિક વર્લ્ડનાં ડાયનાસોરને સીજીઆી, એનિમેટ્રોનિક્સ અને મોશન કેપ્ચર ટેક્નોલોજીનાં માધ્યમથી ફિલ્માવવામાં આવ્યો છે. પરંતુ તે સ્પીલબર્ગનાં ડાયનોસોરથી વધુ નિર્દય છે. ટ્રેવોરો જણાવે છે કે, ફિલ્મ જોનારાનો રસ જાળવી રાખવા માટે આમ કરવુ જરૂરી છે. આપણે એવી જગ્યા પર છીએ જ્યાં આપણે પહેલા જે કાંઈ જોઈ ચૂક્યાં છીએ હવે તેને વિરાટ અને સારું જોવા ઈચ્છીએ છીએ.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો પારિવારિક અને એનિમેટિડ ફિલ્મો અંગે...