પોતાની બેગ વિશે પૂછનાર જજને કેસ છોડવો પડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઓબ્ઝેક્શન મી લોર્ડ: લંડન હાઇકોર્ટના જજ પર એરલાઇન્સે પૂર્વગ્રહયુક્ત હોવાનો આરોપ મૂક્યો, ક્ષમતા સામે પ્રશ્ન ઉઠાવ્યા

લંડન: લંડન હાઇકોર્ટના જસ્ટિસ પીટર સ્મિથને ક્યાં ખબર હતી કે કોર્ટમાં બ્રિટિશ એરવેઝને પોતાના ગુમ થયેલા સામાન વિશે પૂછવાનું ભારે પડી જશે અને તેમને કેસમાંથી ખસી જવું પડશે. ખરેખર સ્મિથની કોર્ટમાં એરલાઇન્સ સાથે સંબંધિત વિવાદોનો મામલો લાવવામાં આવ્યો હતો, જેમાં લગભગ 30 એરલાઇન્સ સામે હજારો ફરિયાદો હતી. તેમાં બ્રિટિશ એરલાઇન્સ સામેની ફરિયાદોનો પણ સમાવેશ થતો હતો. થોડાક દિવસ પહેલા સ્મિથની બેગ પણ એરલાઇન્સથી ગુમ થઇ હતી.

સ્ટાફ મામલામાં એરલાઇન્સે પોતાની રજૂઆત કરી તો જસ્ટિસ સ્મિથે પૂછ્યું કે આ મામલો પોતાની જગ્યાએ છે પરંતુ પહેલાં એ બતાવો કે મારી બેગ ક્યાં છેω બ્રિટિશ એરવેઝે જજને કોઇ સંતોષજનક જવાબ તો ન આપ્યો ઊલટાનું જજની ફરિયાદ કરી દીધી. સાથે જ કહ્યું કે બ્રિટિશ એરવેઝનો અન્ય પ્રતિયોગી એરલાઇન્સની સરખામણીએ કાર્ગો પર વધુ ચાર્જ વસૂલવાનો મામલો ચાલી રહ્યો છે, તેનાથી સ્મિથને ખસેડી લેવામાં આવે. ઘણા કેસોમાં સ્મિથની ભૂમિકા શંકાસ્પદ રહી છે.

જજે બ્રિટિશ એરવેઝને એવી ધમકી આપી હતી કે સામાન વિશે બતાવો નહિંતર તમારા ચીફ એક્ઝિક્યુટિવને કઠેડામાં ઊભો કરાવી દઇશ. ત્યાર પછી સ્મિથને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, તેમણે જણાવ્યું કે તેમણે પોતાનો સામાન પરત નહીં મળવાની વાત જરૂરી કહી છે પરંતુ તેનો મતલબ એ નથી કે હું પૂર્વગ્રાહથી ગ્રસ્ત છું અને પક્ષપાત કરીશ. કાયદો કાયદાની રીતે કામ કરતો જ હોય છે. 9 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં હવે નવા જજ નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે, લીગલ એડવાઇઝર્સ, બ્રિટિશ એરવેઝના અધિકારી સહિત દરેક વ્યક્તિ આ મામલે ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...