તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાનઃ એક જ મહિનામાં બીજી વખત જમીનમાં સમાયો 5 લેન રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોક્યો : થોડા સમય પહેલા જ મુખ્ય હકાટા રેલ્વે સ્ટેશનની પાસે પાંચ લાઈનનો મુખ્ય રોડ જમીનની અંદર ખૂંપી ગયો હતો જેને જાપાનના એન્જીનિયરોએ માત્ર એક સપ્તાહમાં ફરી રિપેર કર્યો હતો, પરંતુ આ રોડ ફરી જમીનમાં બેસી ગયો છે. આ પહેલા પડેલા 100 ફૂટ ઊંડા ગાબડાને પૂરી એન્જીનિયરોએ રિપેર કર્યો હતો આ કામ આખુ અઠવાડિયું ચોવીસ કલાક સતત ચાલુ રાખીને પૂરું કર્યું હતું. પરંતુ ફરી આ રોડ બેસી જતા સોશિયલ મીડિયા યુજર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે.
- દક્ષિણ જાપાનના વ્યસ્ત શહેર ફુકુઓકામાં ગયા આ મહિને 8 તારીખે મુખ્ય હકાટા રેલ્વે સ્ટેશનની પાસે પાંચ લાઈનનો મુખ્ય રોડ જમીનની અંદર ખૂંપી ગયો હતો.
- બાદમાં જાપાનના એન્જીનિયરો દ્વારા આખુ અઠવાડિયું ચોવીસ કલાક સતત કામ ચાલુ રાખીને 16 તારીખે રિપેર કરી રિપેરિંગ કર્યું હતું.
- ત્યારબાદ ફરી 7 મીટર ઉંડો ખાડો પડી ગયો છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
- ઘટના બાદ રસ્તા પર વાહનની અવર જવર રોકી દેવામાં આવી છે.
- નિષ્ણાંતોનું કહેવું છે કે દક્ષિણમાં સ્થિત મુખ્ય જાપાની ક્યૂશૂ ટાપૂનાં સૌથી મોટા શહેર ફુકુઓકામાં આ રોડની નજીક કદાચ એક સબવે લાઈનમાં થઈ રહેલાં એક્સપાન્શનને લીધે આ ખાડો પડ્યો હોવાની સંભાવના છે.
એક સપ્તાહમાં જ થયું હતું રિપેર
- અગાઉ 30 મીટર પહોળા અને 15 મીટર ઊંડા ખાડામાં આખો રસ્તો ઉતરી ગયો હતો,
- લગભગ 100 ફૂટ ઊંડા ખાડાને લીધે આજુબાજુની બિલ્ડિંગનાં પાયા અને કોલમ દેખાવા લાગ્યા હતા, જેથી આ બિલ્ડિંગ ઢળી પડવાનો ભય હતો.
- બાદમાં મજૂરોએ આખું અઠવાડિયું સતત કામ કરી આ ખાડામાં સિમેન્ટ અને રેતી ભરીને રિપેરિંગ કર્યું, અને વીજળી, ગેસ અને પાણીનાં કનેક્શન પણ રિપેર કર્યા.
- ફુકુઓકાનાં મેયર સોઈચિરો તાકાશિમાનાં નિવેદન મુજબ રસ્તાને એક જ સપ્તાહમાં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
- સોઈચિરો તાકાશિમાએ કહ્યું કે, આજુબાજુની બિલ્ડિંગમાં આવવા જવા માટે પ્રતિબંધ હટાવી લેવાયો છે, અને "તમને ઘણી મુશ્કેલી થઈ છે, એના માટે અમે માફી માંગીએ છીએ."

સ્લાઇડ્સ બદલોને જુઓ અન્ય ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...