તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ દેશમાં 100 વર્ષમાં પહેલીવાર ઘટી વસ્તી, 5 વર્ષમાં 10 લાખનો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક : જન્મદર સ્થિર રાખવા માટે સરકારના ભરપૂર પ્રયાસો છતાં જાપાનમાં 100 વર્ષમાં પહેલીવાર વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ઊગતા સૂરજના દેશ જાપાનની વસ્તીના તાજેતરના આંકડા મુજબ, 2010થી 2015 સુધીના પાંચ વર્ષના ગાળામાં દેશની વસ્તીમાં 10 લાખનો ઘટાડો નોંધાયો છે.

મતલબ કે જાપાનમાં વૃદ્ધોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. જાપાનમાં સૌપ્રથમ 1920માં વસ્તીગણતરી હાથ ધરાઇ હતી. ત્યારથી દર પાંચ વર્ષે વસ્તીગણતરીના આંકડા બહાર પાડવામાં આવે છે.

જાપાનમાં વસ્તીવૃદ્ધિનો દર 1950માં સર્વોચ્ચ સપાટીએ હતો. 1975થી વસ્તીવૃદ્ધિનો દર સખત ઘટતાં ઘટતાં 2010 સુધીમાં શૂન્યની નજીક આવી ગયો હતો અને 2015 સુધીમાં તો માઇનસમાં આવી ગયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો : 2060 સુધીમાં વસ્તીમાં કેટલા ઘટાડાનો છે અંદાજ?
અન્ય સમાચારો પણ છે...