તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાપાન: બુલેટ ટ્રેનમાં મળ્યો સાપ, અધવચ્ચે રોકવી પડી હાઈસ્પીડ ટ્રેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોક્યો: જાપાની બુલેટ ટ્રેન ‘શિંકાનસેન’માં સવારી કરી રહેલા એક પેસેન્જરની સીટ પર 30 સેમી લાંબો સાપ લીપટીને બેઠો હોવાના કારણે ટ્રેનને અધવચ્ચે જ રોકવી પડી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી.

ટ્રેન ઓપરેટર જે આર ટોકાઈએ જણાવ્યું હતું કે, રિઝર્વ સીટ પર બેઠેલા પેસેન્જરની સીટ પર આશરે 50 મિનીટથી સાંપ લીપટીને બેઠો હતો. અન્ય એક પેસેન્જરે સાપને જોતા તેમણે કંડક્ટરને આ અંગે જાણકારી આપી. આ બાદ સુપર એક્સપ્રેસ ટ્રેનને હમામાત્સુ સ્ટેશન પર અચાનક રોકવી પડી અને એક મિનીટમાં રેલવે પોલીસે સાપને ટ્રેનમાંથી પકડ્યો હતો. કોઈ યાત્રીના સામાન કે અન્ય સામાન સાથે સાપ ટ્રેનમાં આવી ગયો હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જાપાની મિડીયા અનુસાર, 30 સેમી લંબાઈ ધરાવતા સાપને પહેલા અજગરની નાની પ્રજાતિ હોવાનું માનવામાં આવ્યું હતું, જો કે સ્થાનીય ચિડિયાઘર દ્વારા તેને ‘રેટ સ્નેક’ હોવાનું જણાવાયું. રેલવે પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, કોઈનો પાલતુ સાપ ખોવાયો હોવાનું ટ્રેન ક્રુ મેમ્બર્સે અનાઉસમેન્ટ પણ કર્યું હતું, પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. સોમવારે બનેલી આ ઘટના અંગે રેલવે જણાવ્યું હતું કે, ટ્રેનમાં સાપ મળવાની આ કોઈ પહેલી ઘટના નથી, પાંચ વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી.
અન્ય સમાચારો પણ છે...