• Gujarati News
  • Israel Is Surprised And Disappointed By The Release Of Zakiur Rehman Lakhvi

આતંકી લખવીને છોડવા બદલ પાકિસ્તાનથી નારાજ ઇઝરાયેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટોઃ ભારત સ્થિત ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોન.)
ઇન્ટનરેશનલ ડેસ્કઃ પાકિસ્તાને શુક્રવારે 26/11ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીને મુક્ત કર્યો જેની ઇઝરાયેલે આકરી ટીકા કરી. ભારત સ્થિત ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોને પાકિસ્તાનના પગલાંને આતંકવાદ વિરોધી લડતમાં અડચણરૂપ ગણાવ્યો. ભારત આતંકવાદનો જે સામનો કરી રહ્યો છે તેમાં પાકિસ્તાનનું આ પગલું નડતર રૂપ છે.
ડેનિયલ કાર્મોને જણાવ્યું હતું કે, 26/11/08 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને છોડવાના પાકિસ્તાનના નિર્ણયથી ઇઝરાયેલને આઘાત પહોંચ્યો છે. મુંબઇના તે આતંકી હુમલામાં આતંકીઓએ ઇઝરાયેલી નાગરિકો અને યહૂદી સેન્ટર- નરિમાન હાઉસ પર પણ એટેક કર્યો હતો. આતંકવાદ સામે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં લખવીની મુક્તિ નિષ્ફળતા સમાન છે.
લાહોર હાઇકોર્ટે લખવીને કેદ રાખવાના નિર્ણયને ગેરકાયદે ગણાવી બે દિવસ પહેલા મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. અહેવાલો અનુસાર, લખવીને અદિયાલા જેલમાંથી 10 લાખ રૂ.ના પર્સનલ બોન્ડ પર ગુરુવારે રાત્રે ગુપ્ત રીતે છોડી દીધો હતો.