• Gujarati News
  • Is Similar To Alcohol Intoxication, But You Do Not Practice Medicine Detected

દારૂ જેવો નશો થાય પણ આદત ન પડે તેવી દવા શોધાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દારૂ જેવો નશો થાય પણ આદત ન પડે તેવી દવા શોધાઈ
-લંડનના વિજ્ઞાનીઓએ અનોખી સિદ્ધિ મેળવી
સામાન્યપણે તમે દારૂની આદત છોડાવવા માટે દવા લેવાના કિસ્સાઓ તો અનેક વખત જોયા જ હશે પરંતુ હવે એવી દવા તૈયાર કરવામાં આવી છે જેના કારણે દારૂ જેવો નશો ચડે છે. રસપ્રદ વાત એ છે કે આ દવા લેવાથી દારૂની જેમ તેની આદત નથી પડતી.
લંડનમાં આવેલી ઈમ્પીરિયલ કોલેજ ખાતે પ્રોફેસર ડેવિડ નટ્ટ અને ન્યુરોસાઈકોફાર્માકોલોજીના પ્રોફેસર એડમંડ જે સાફ્રાએ એવા અણુઓ શોધી કાઢયા છે જે દારૂના નશા જેવો આનંદ આપે પરંતુ તેનાથી માનવશરીર પર વિપરીત અસર(ઝેરી અસર) ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. સંશોધકોએ જણાવ્યું હતું ગાબા નામનું એક રસાયણ મગજમાં ઉત્પન્ન થાય છે જે દારૂના નશાનો આનંદ આપે છે પરંતુ તે મગજના અન્ય રસાયણોના રિસેપ્ટર(ગ્રાહક રસાયણો) પર પણ અસર કરે છે.
નવી તૈયાર કરાયેલી આ દવા પસંદગી પામેલા ગાબા રિસેપ્ટરને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે. આ દવા એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી તેની આડઅસરોથી બચી શકાય છે.
પ્રોફેસર ડેવિડ નટ્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના રસાયણનું પ્રથમ પરીક્ષણ ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યું છે પરંતુ તેનો બહેતર વિકલ્પ હવે તૈયાર થઈ શક્યો છે. આ દવાના કારણે મગજ પર કોઈપણ આડઅસર વગર દારૂના નશાનો સંપૂર્ણ આનંદ લઈ શકાય છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.