લાઈફગાર્ડથી પણ વધુ ઝડપી કામ કરે છે ઇરાનનું ડ્રોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરાનની આરટીએસ લેબોરેટરીએ એક એવો ડ્રોન બનાવ્યો છે
જો તમે એમ વિચારો છો કો ક્વાડકોપ્ટર મિસાઈલ પણ લોન્ચ કરી શકે છે તો જવાબ આપવો થોડું મુશ્કેલ હશે. ઇરાનની આરટીએસ લેબોરેટરીએ એક એવો ડ્રોન બનાવ્યો છે, જે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવાનું કામ અત્યંત ઝડપથી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ દરિયામાં ડૂબી રહી છે તો ડ્રોનથી ત્યાં તાત્કાલિક પહોંચી શકાશે. તે લાઈફગાર્ડની સરખામણીએ ઝડપથી આવવા-જવામાં વધુ સક્ષમ છે. કેસ્પિયન સાગરમાં તેનું ટેસ્ટિંગ કરી લેવાયું છે. અહીં જ એ પણ ખબર પડી કે આ ડ્રોન રાત્રે પણ કામ કરવામાં સક્ષમ છે. તેને માટે તેમાં લાઈટ્સ, થર્મલ સેન્સર અને કેમેરો ફિટ કરાયો છે, જે બચાવ અભિયાન દરમિયાન નિયંત્રકોને જાણકારી આપે છે.

નવા એન્જિનિયર્સ માટે અમેઝનની એડ ચર્ચિ‌ત
એ તો સૌ જાણે છે કે અમેઝન ટૂંક સમયમાં જ ડ્રોન વિમાનની મદદથી સામાનની ડિલિવરી કરશે. કંપનીએ તેની શરૂઆત કરી દીધી છે. જેને માટે તે સોફ્ટવેર એન્જિનિયર્સ અને કમ્યુનિકેશન પ્રોફેશનલ્સ સાથે વાત કરી રહી છે. એન્જિનિયર્સ માટે કંપનીની ડ્રોન થીમવાળી જાહેરાત ઇન્ટરનેટ પર ચર્ચિ‌ત બની છે. કંપની નવા એન્જિનિયરોને સેન ફ્રાન્સિસ્કો ખાતેની 'અમેઝન એર’માં મોકલશે. કંપની એવા લોકો શોધી રહી છે, જેમનામાં ટેક્નિકલ, રિસર્ચ અને એનાલિટિકલની જબરદસ્ત ક્ષમતા હોય.