ઈરાનના નાયબ ઉદ્યોગમંત્રીની ગોળી મારીને હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈરાનના નાયબ ઉદ્યોગમંત્રીની રવિવારે તહેરાન ખાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સમાચાર એજન્સી ઈરના મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારના કોઈ વરિષ્ઠ અધિકારીની હત્યાનો આ પ્રથમ બનાવ છે.

અર્ધસરકારી એજન્સી મેહરે પોલીસ અધિકારીના હવાલેથી જણાવ્યું હતું કે સફદર રહમત અબાદીની હત્યાનું કારણ વ્યક્તિગત હોઈ શકે છે. એક હુમલાખોરે તેમના પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી તેમના માથામાં અને બીજી તેમની છાતિમાં વાગી હતી. આ ઉપરાંત તેમની ગાડીને પણ બે ગોળી વાગી હતી.