• Gujarati News
  • International Space Station Leaking Vital Coolant Again

નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લીકેજ, સ્થિતિ ચિંતાજનક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એસ્ટ્રોનેટ દ્વારા મળતી માહિતી મુજ્બ, સ્પેસ સ્ટેશનની પાવર સિસ્ટમમાં અમોનિયા પ્રવાહી લીક થઇ રહ્યું છે. આ બાબતને નાસાએ ગંભીર ગણાવી છે પણ કોઇને પણ જીવનું જોખમ નથી એમ પણ ઉમેર્યું છે. લીકેજના કારણો અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. સ્પેસ સ્ટેશન પર રહેલા છ સભ્યોને લીકેજ વિશે શંકા ગઇ હતી.

એક્દમ ચીલ્ડ એમોનિયા સ્પેસ સ્ટેશન પર બહુ જરૂરી હોય છે. આ પ્રવાહી પાવર સિસ્ટમને ઠંડું રાખે છે. અગાઉ 2007માં પણ લીકેજ થયું હતું.

સ્પેસ પર આપાતકાલીન સ્થિતિમાં બધાને બહાર જવા માટે અન્ય માર્ગો હોય છે પણ નાસાના જણાવ્યા મુજ્બ, એની કોઇ જરૂર પડશે નહીં.