• Gujarati News
  • International Media Coverage On Launching Of Apple IPhone

iPhone 6 લોંચઃ વાંચો આ ફોન વિશે શું કહે છે ઈન્ટરનેશનલ મીડિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સ્માર્ટફોન કંપની એપ્પલે બે નવા સ્માર્ટ ફોન આઈઓપ-6 અને આઈફોન-6 પ્લસ લોંચ કર્યા છે. બંને ફોન અત્યાર સુધીના આઈફોનની તુલનાએ 50 ટકા અને અન્ય ફોનની સરખામણીએ 25 ટકા વધારે ઝડપી છે. કંપનીએ એપ્પલ વોચ પણ લોચ કર્યો છે. એપ્પલના સીઈઓ ટિમ કુકે જણાવ્યું હતું કે આઈફોન સીરીઝ આ સૌથી એડવાન્સ ફોન છે.
આઈફોન-6માં સ્ક્રીન સાઈઝમાં વધારો કરાયો છે. તેનાથી મોબાઈલ પર વીડિયો જોવા તેમજ ઈન્ટરનેટ સર્ફ કરવા માટે મોટી સ્ક્રીનની માગ પરિપૂર્ણ થશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીના આ લોન્ચને વ્યાપક કવરેજ અપાયું છે. આ સાથે પ્રોડક્ટ તેમજ નવી પેમેન્ટ સિસ્ટમના પણ ભારોભાર વખાણ થયા છે. કોઈકે તેને એપ્પલની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રજૂઆત ગણાવી છે જ્યારે કેટલાકે તેને એપ્પલનું ધમાકેદાર પુનરાગમન ગણાવ્યું છે.
આગળ જૂઓ, એપ્પલની આઈફોન અને સ્માર્ફોન લોન્ચનું ઈન્ટરનેશનલ કવરેજ...
ધ ટેલિગ્રાફ
શીર્ષક - iPhone 6 Plus and iPhone 6: hands on with the most beautiful phones in the world
ટેલિગ્રાફના સમાચારમાં એપ્પલે લોન્ચ કરેલા બે નવા આઈફોનને અત્યાર સુધીના સૌથી સુંદર ફોન ગણાવાયા છે. આ સાથે ફોનમાં કેમેરા, પ્રોસેસર સહિત બધી જ ખૂબીઓની પણ પ્રશંસા કરાઈ છે. રિપોર્ટ મુજબ અગાઉ કરતાં વિશાળ સ્ક્રીન અને કેટલાક જરૂરી ફેરફાર યુઝર્સને અનોખો આનંદ પૂરો પાડશે. એપ્પલે તેની પર ગંભીરતાથી વિચારણા કરી છે જેમ કે યુઝર્સ વિશાળ ડિવાઈસનો ઉપયોગ કેવી રીતે કરી શકે.
આગળ જૂઓઃ વિશ્વભરના અન્ય સમાચારપત્રોમાં એપ્પલના આ લોન્ચને કેટલું સ્થાન અપાયું છે