ગે પાર્ટનરનું માંસ ખાનારા પોર્નસ્ટારની કરાઇ ધરપકડ,તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરી લંડનના વૈમ્બલેમાં પોતાના સાથીની નૃશંસ હત્યા કરી તેના અંગોને ખાઇ જનારા 29 વર્ષીય કેનેડિયન પોર્ન સ્ટારને પોલીસે બર્લિનના ન્યુકોલિનમાં ધરપકડ કરી લીધી હતી. બકૌલ ' ધ સન' પ્રમાણે બર્લિનમાં તે સમયે પકડવામાં આવ્યો, જ્યારે તે એક સાઇબર કેફેમાં ઇન્ટરનેટ પર પોતાની વિશે સમાચારો વાંચી રહ્યો હતો. આ અંગે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર લ્યુક મૈગ્નોટાની શોધ ઇન્ટરપોલે કરી હતી.તે સમયે લ્યુકની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેણે બ્લેક હુડ જેકેટ અન સનગ્લાસ પહેરેલા હતા અને એક સાઇબર કેફેમાં ઇમેઇલની સાથે-સાથે ઓનલાઇન ગૈમિંગ સાઇટ્સ ચેક કરી રહ્યો હતો.પોલીસ અનુસાર તેણે પોતાની ધરપકડનો વિરોધ કર્યો ન હતો. એક પોલીસ અધિકારીએ જ્યારે લ્યુકને પુછ્યું કે શું તમે મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ છો, તો તેણે હા માં જવાબ આપ્યો.પોલીસ અનુસાર મૈગ્નોટા લગભગ 6 મહિના પહેલા વૈમ્બલે,નોર્થ લંડનમા રહી રહ્યો હતો. ગત શનિવારે મૈગ્નોટા ફ્લાઇટથી પેરિસ માટે રવાના થયો. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે તેણે પેરિસ જતાં પહેલાના એક દિવસ પહેલા નૃશંસ કાર્યને અંજામ આપ્યો.મૈગ્નોટાએ પોતાના ચીની ગે પાર્ટનર જુન લિનની ગળું કાપીને હત્યા કરી અને તેના હાથ અને પગ કેનેડાઇ પાર્ટીઓના ઓફિસમાં પાર્સલ કરી દીધા. પોલીસ અનુસાર હાલની સ્થિતિ બતાવે છે કે હત્યારાને કત્લ બાદ મૃતદેહનું અમુક માંસ પણ ખાયો હતો.