તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલી જ્વાળામુખી પર 'રેડ એલર્ટ' જાહેર, 445 ફ્લાઇટ્સ રદ્દ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર પ્રિવેન્શન એજન્સીએ બાલી દ્વિપના માઉન્ટ અગુંગ જ્વાળામુખીના ફરીથી સક્રિય થયા બાદ આજે ચોથા સ્તરનું હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ જ્વાળામુખીની આસપાસ 8થી 10 કિલોમીટરના અંતરે રહેતા પરિવારોને તરત જ પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી પણ જાહેર કરી છે. જેટ એરવેઝ તરફથી તમામ દેપસપારથી સિંગાપોર જઇ રહેલી ફ્લાઇટ 9W4622ને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


12 કિલોમીટર દૂર સુધી રાખ હવામાં ઉડવાની સંભાવના 


- એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે, જ્વાળામુખી પર્વતની ટોચથી 12 કિલોમીટર દૂર સુધી હવામાં રાખ ઉડવા અને ગમે તે સમયે હળવા વિસ્ફોટોના અવાજ પણ આવી શકે છે. 
- રાત્રે જે જ્વાળઆઓ દેખાય છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે સંભવિત વિસ્ફોટ કોઇ પણ સમયે થઇ શકે છે. 
- એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે, સંભાવના અને આપદાના જોખમને ધ્યાનમાં રાખતા પીવીએમજીજી (વોલ્કેનિક સાયન્સ એન્ડ જીઓલોજિક ડિઝાસ્ટર પ્રિવેન્શન સેન્ટર)ના સ્થાનિક સમય અનુસાર છ વાગ્યાથી સતર્કતાના સ્તરને ત્રણથી વધારીને ચાર કરી દીધું છે.  


વિમાન કંપનીઓ માટે 'રેડ વોર્નિંગ'


- માઉન્ટ આગુંગ જ્વાળામુખીથી રાખ હવામાં ચાર હજાર મીટર (13,100 ફૂટ) ઉપર ઉઠ્યા બાદ વિમાન કંપનીઓને પણ 'રેડ વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે. 
- આ સપ્તાહે ઇન્ડોનેશિયાના કોઇ પણ દ્વિપ પર આ બીજી ઘટના છે, જ્યાં જ્વાળામુખીથી રાખ કાઢવામાં આવી છે અને એર ફ્લાઇટમાં મુશ્કેલીઓ આવી છે. 
- રેડ વોર્નિંગ જાહેર કરવાનો અર્થ થાય છે, જે તે વિસ્તારના જ્વાળામુખીમાં રાખની સાથે વિસ્ફોટ થવાની આશંકા છે. 
- બાલી એક ટૂરિસ્ટ પ્લેસ છે. બાલીના આકર્ષણ કેન્દ્રો કુટા અને સેમિનયાક જેવા વિસ્તાર જ્વાળામુખીથી અંદાજિત 70 કિલોમીટર દૂર છે. 


445 ફ્લાઇટ્સ રદ


- બાલી એરપોર્ટને 24 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય 445 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. 
- એલર્ટની સાથે મલેશિયા એરલાઇન્સે કુઆલાલંપુર અને બાલીની વચ્ચે પોતાની તમામ ફ્લાઇટ્સને કેન્સલ કરી દીધી છે. 
- એરલાઇન્સે નાગરૂહા રાય ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરી દીધા છે. 
- એરલાઇનનું કહેવું છે કે, આ સ્થિતિ પર નજર રાખતા અને સામાન્ય સ્થિતિ થયા બાદ જ કોઇ નિર્ણય લેશે. 

 

સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

 

અન્ય સમાચારો પણ છે...