• Gujarati News
  • Indo China Relations Will Be Smooth Under Modi: Chinese Media

ચીનને ભારોભાર વિશ્વાસઃ અમારા પ્રત્યે કડક વલણ નહીં અપનાવે નરેન્દ્ર મોદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે તો વાતાવરણ એવું સર્જાયું છેકે દુશ્મન દેશ પણ ભારત સાથે મિત્રતા કેળવવાની તરફેણમાં છે. ચીનના મીડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારત-ચીન સબંધોના હિતમાં ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન પ્રત્યેનું વલણ આકરું નહીં હોય. વિદેશ નીતિમાં સરળતા સાથે ફેરફાર મોદીની પ્રથમ અગ્નિ પરીક્ષા હશે.
ચીન સરકારના સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સની ઓનલાઈન એડિશનના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મોદી તરફથી હજુ સુધી એવા કોઈ જ સંકેત મળ્યા નથી કે ચીન પ્રત્યે તેમનું વલણ કડક રહેશે.
વિદેશ નીતિમાં સરળતાથી પરિવર્તન કરવાની ક્ષમતા મોદી સરકારની આવડતનો પુરાવો સાબિત થશે.
રિપોર્ટમાં જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીના પરિણામોએ ભારતને નવા સંચાર અને અભૂતપૂર્વ આત્મવિશ્વસથી છલકાવી દીધું છે. આ પરિણામોથી ભારત ભલે ના બદલે, પરંતુ તેના થકી એક નવી શરૂઆત થવાની અપેક્ષા સેવાય છે.
સમાચારપત્રના અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી સરકારની અત્યંત વિકેન્દ્રીકરણ નીતિને કારણે શક્ય છે કે વડાપ્રધાનને તેમની આર્થિક મહત્વકાંક્ષાઓ સંપન્ન કરવામાં સમય લાગે. ભારતે શિક્ષણ અભિયાન તથા રસ્તાઓના નિર્માણની કામગીરી શરૂ કરવાની જરૂર છે, જેથી તેના દ્વારા પહોળી ખાઈને પૂરી શકાય. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે મોદીએ ભારતીય સમાજમાં કામ કરવા માટે કોઈ જ કચાશ રાખવી જોઈએ નહીં. આ ક્ષમતા તેમને સ્થાનિક નેતામાંથી રાષ્ટ્રીય નેતા બનવામાં તેમને મદદરૂપ સાબિત થશે.