USમાં ભારતીય પ્રવાસીઓએ ખર્ચ કર્યા 87 હજાર કરોડ, આવું કરનાર ભારત ત્રીજો દેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકા ફરવા ગયેલા ભારતીય ટૂરિસ્ટોએ અહીં ગયા વર્ષે રેકોર્ડ રૂ. 87 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. વિઝિટર્સ દ્વારા પૈસા ખર્ચ કરવાના મામલે ભારત ટોપ 10 ઈન્ટરનેશનલ માર્કેટમાં ત્રીજા ક્રમે છે. આ વાત યુએસના કોમર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવી છે. નોંધનીય છે કે 2016માં 11 લાખ 70 હજાર ભારતીયો અમેરિકા ફરવા ગયા હતા. 
 
ગયા વર્ષે 7 કરોડ 56 લાખ વિઝિટર્સ અમેરિકા આવ્યા

- ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2016માં અમેરિકા પહોંચેલા ઈન્ટરનેશનલ વિઝિટર્સ મામલે ભારત 11માં ક્રમે પહોંચી ગયું છે.
- રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે સમગ્ર દુનિયામાંથી બિઝનેસ, મેડિકલ, એજ્યુકેશન અને ફરવા જવાના હેતુથી 7 કરોડ 56 લાખ વિઝિટર્સ અમેરિકા પહોંચ્યા હતા. તેમણે અહીં 244.7 બિલિયન ડોલર અહીં ખર્ચ કર્યા છે.
- 2015ની સરખામણી કરીએ તો અમેરિકા આવનાર વિઝિટર્સમાં 2 ટકા અને તેમના પૈસા ખર્ચ થવામાં એક ટકાનો ઘટાડો આવ્યો છે. 2009 પછી આ પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો છે.
 
વિઝિટર્સ અને ખર્ચ કરવાના મામલે કોણ સૌથી આગળ

- વિઝિટર્સ અને તેમના દ્વરા ખર્ચ કરવામાં આવતા પૈસામાં ચીન સૌથી આગળ છે. ચીનના લોકોએ ગયા વર્ષે અમેરિકામાં 33 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે.
- સમગ્ર દુનિયામાંથી અમેરિકા આવેલા વિઝિટર્સમાં ચીનનો હિસ્સો 15 ટકા છે. કુલ ખર્ચના મામલે ચીનનો હિસ્સો 9 ટકા છે.
- મેક્સિકો બીજા ક્રમે છે. અહીંના વિઝિટર્સે અમેરિકામાં 20.2 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે. ભારત ત્રીજા નંબરે છે.
- સાઉથ કોરિયા વિઝિટર્સે અમેરિકામાં 8.6 બિલિયન ખર્ચ કર્યા છે.
- કુલ વિઝિટર્સમાં સાઉથ કોરિયાના 12 ટલા લોકો હતા, જ્યારે કુલ ખર્ચમાં તેમનો હિસ્સો 4 ટકા હતો.
- અમેરિકા પહોંચેલા કુલ વિઝિટર્સમાં ભારતના 4 ટકા લોકો હતા જ્યારે કુલ ખર્ચમાં ભારતીયોનો હિસ્સો 14 ટકા હતો.
અન્ય સમાચારો પણ છે...