• Gujarati News
  • Indian University Of California's Youngest Topper In A Century

આ ભારતીય છોકરાએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિથી અમેરિકા પણ દંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૮ વર્ષના એક મૂળ ભારતીય વિદ્યાર્થીએ અમેરિકાની પ્રસિદ્ધ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ટોપર બનીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઈતિહાસમાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવી સિદ્ધિ કોઈએ મેળવી નથી. આ સિદ્ધિ મેળવારા મૂળ કોલકાતાના રીતાંકર દાસનું યુનિવર્સિટીના મેડલિસ્ટ પ્રાઈઝથી સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત પ્રાઈઝ વર્ષના ટોપ ગ્રેજ્યુએટ સિનિયરને આપવામાં આવે છે.

દાસે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી માત્ર ત્રણ વર્ષમાં બાયો એન્જિનિયરિંગ અને કેમિકલ બાયોલોજીમાં મેજર અને ક્રિએટિવ રાઈટિંગમાં માઈનોરની ડિગ્રી હાંસલ કરી છે. ભારતમાં તે ડબલ માસ્ટર્સ અને એક બેચલર ડિગ્રીને સમાન છે. દાસને આ સિદ્ધિ બદલ યુનિવર્સિટી તરફથી ૨,૫૦૦ ડોલર(અંદાજે રૂપિયા ૧.૨૫ લાખ)ની સ્કોલરશિપ આપવામાં આવી છે. વિજ્ઞાનના અભ્યાસ ઉપરાંત તે એક સારો કવિ પણ છે અને તેણે સાયલન્ટ મૂન નામનું પુસ્તક લખ્યું છે.

પ્રાઈઝ કમિટીને મોકલવામાં આવેલા ભલામણ પત્રમાં કોલેજ ઓફ કેમિસ્ટ્રરીના પ્રોફેસર અને અંડર ગ્રેજ્યુએટ ડીન માર્સિને લખ્યું છે કે ‘બારકલેમાં મને છેલ્લાં ૩૦ વર્ષમાં એવો અંડર ગ્રેજ્યુએટ નથી મળ્યો જે રીતાંકર સિદ્ધિ(એની બરાબરી કરી શકે. તેની શૈક્ષણિક કાબેલિયત, પ્રવૃત્તિની રેન્જ અને પ્રોજેક્ટની કોઈ બરાબરી કરી શકે તેમ નથી.’