• Gujarati News
  • Indian Americans Big Bucks Modi New York Event Modi US Visit

ન્યૂયોર્કમાં મોદીને લાઇવ સાંભળવા લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે NRIs

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં જે જગ્યાએ ભારતીય સમુદાયના લોકોને સંબોધવાના છે તે મેડિસન સ્ક્વેયર ગાર્ડન સ્ટેડિયમની અંદરની તસવીર )
ન્યૂયોર્ક સિટીઃ 28મી સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કના અત્યંત પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેયર ગાર્ડન (MSG) ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાના કાર્યક્રમનું આયોજન તેમના ખાસ મિત્ર અને ઇન્ડિયન કોમ્યુનિટી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત બારાઇ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તમામ ટિકિટો ચપોચપ વેચાઇ ગઇ છે. આ કાર્યક્રમમાં સ્ટેજની નજીક બેસવા માટે કેટલાંક NRIs 25,000 ડોલર (અંદાજે 15 લાખ રૂપિયા) ખર્ચ કરવા તૈયાર છે. જે લોકો આથી પણ વધુ ખર્ચ કરવા તૈયાર હોય તેને PM મોદી ન્યૂયોર્ક સ્થિત હોટેલમાં આયોજિત ડિનરમાં ભાગ લેવાનો મોકો પણ મળી શકે છે.

'ધ પિયેરે'માં આયોજિત વડાપ્રધાન માટેના ડિનરમાં 300 લોકો ભાગ લેશે
નરેન્દ્ર મોદીની આ મુલાકાત પર નજર રાખી રહેલા વરિષ્ઠ ગુજરાતી પત્રકાર શીલા ભટ્ટે મેળવેલી માહિતી અનુસાર, MSGમાં મોદીના સ્ટેજની નજીક બેસી ઇવેન્ટને લાઇવ નિહાળવા માટે કેટલાંક NRIs 25,000 ડોલર ખર્ચ કરવા તૈયાર છે. તે સિવાય ન્યૂયોર્ક સ્થિત તાજ હોટેલની ધ પિયેરેમાં મોદી માટે ખાસ ડિનર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનર ઇવેન્ટમાં અંદાજે 300 લોકો ભાગ લેશે. આ 300 લોકો પૈકી 150 લોકો આમંત્રિત મહેમાન હશે, જેમાં વોશિંગ્ટનના નેતાઓ, યુનાઇટેડ નેશન્સમાં ભારતના પ્રતિનિધિઓ, ન્યૂયોર્ક તથા અન્ય અમેરિકન શહેરો સ્થિત કોન્સ્યુલેટના અધિકારીઓનો સમાવેશ થાય છે. તે સિવાય અન્ય 150 લોકોમાં સ્પોન્સર્સનો સમાવેશ થશે. અર્થાત્ જે લોકો વધુ રૂપિયા ચૂકવવા તૈયાર હશે તેને પીએમ મોદી માટે આયોજિત ખાસ ડિનરમાં ભાગ લેવાનો મોકો મળશે. કેટલાંક NRIs તો મોદીની નજીક જવા મળે કે ડિનર કરવા મળે તો એક સેલ્ફી મળે એવા આશયથી 15થી 30 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે. વિવિધ પ્રકારનો નાનો બિઝનેસ કરતાં લોકોએ પણ www.pmvisit.org વેબસાઇટ થકી સપ્ટેમબર 28ની ઇવેન્ટ માટે 70,000 ડોલરનું (અંદાજે 42.64 લાખ રૂ.) દાન કર્યું છે.
>>> (શનિવારે વાંચોઃ નફરતનાં નવ વરસ : વેલેન્ટાઇન ડેના દિવસે ફૂટ્યાં હતા પ્રેમના અંકુર, મોદી-US વચ્ચે ત્રણ દિવસનું ડેટિંગ)
વડાપ્રધાન મોદી માટે ન્યૂયોર્કમાં આયોજિત સત્કાર સમારંભના એન્ટ્રી પાસની કિંમત અંગે જાણવા માટે સ્લાઇડ બદલો