સ્પેલિંગ બીમાં ભારતીય કિશોરી ચેમ્પિયન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં ખૂબ જ અઘરી ગણાતી સ્પેલિંગ બી સ્પર્ધામાં ૧૪ વર્ષીય ભારતીય અમેરિકન કિશોરી સ્નિગ્ધા નાડીપતીએ ફ્રેન્ચ શબ્દ 'ગ્વેટાપેન્સ’નો સાચો સ્પેલિંગ આપીને આ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં જીતી ગઈ હતી. સેન ડિએગોમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી સ્નિગ્ધાએ ફાઈનલ રાઉન્ડમાં આઠ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ મેળવી વર્ષ ૨૦૧૨ની નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયન બની ગઈ છે. સતત પાંચ વર્ષથી આ સ્પર્ધા જીતનાર તે પાંચમી ભારતીય મૂળની સ્પર્ધક બની ગઈ છે. વર્ષ ૨૦૦૮થી આ સ્પર્ધામાં ભારતીય મૂળનાં બાળકો જ ચેમ્પિયન બની રહ્યાં છે. ફાઈનલમાં સ્નિગ્ધા અને બીજા ક્રમે આવેલી સ્તુતિ વચ્ચે ટક્કર જામી હતી. આ સ્પર્ધામાં બીજા ક્રમે ફ્લોરિડાની ૧૪ વર્ષીય સ્તુતિ મિશ્રા આવી છે જ્યારે ત્રીજા ક્રમે ન્યૂ ર્યોકના રહેવાસી અરવિંદ મહનકાલે સફળતા મેળવી છે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ભાગ લેનાર ૨૭૮ સ્પર્ધકોમાં અંતે આઠ ફાઈનલિસ્ટ પસંદ કરવામાં આવ્યા હતા. સ્નિગ્ધાને ઈનામમાં શું મળ્યું? ૩૦ હજાર ડોલર (૧૦.૬૮ લાખ રૂપિયા)ને ટ્રોફી ૨પ૦૦ ડોલરના સેવિંગ બોન્ડ પ૦૦૦ ડોલરની સ્કોલરશિપ બ્રિટાનિકા એનસાઈક્લોપિડિયા અને ઓનલાઈન લેંગ્વેજ કોર્સ માટે ૨૬૦૦ ડોલર સ્પેલિંગ બી સ્પર્ધા શું છે? આ સ્પર્ધા ૧૯૨પમાં શરૂ થઈ છે. ત્યારથી દર વર્ષે તેનું આયોજન વોશિંગ્ટનમાં થાય છે. તેમાં અમેરિકા અને યુરોપના દેશો સહિ‌ત કેનેડા, ન્યૂઝીલેન્ડ, ગુઆમ, જમૈકા અને પ્યોન્ટોરિકોનાં બાળકો ભાગ લે છે.