તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Indian American Firm To Pay USD 15 Mn To Resolve Fraud Claims

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય-અમેરિકન છેતરપિંડીના દાવાની પતાવટ માટે 15 મિલિયન ડોલર ચુકવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય-અમેરિકને સ્થાપેલી કંપની ક્યારેય નહીં યોજેલા હેલ્થ ટેસ્ટ્સના ખોટા બિલો તૈયાર કરવાના આરોપની પતાવટ માટે 15 મિલિયન ડોલર ચુકવશે.

આરોપને જતાં કરવા માટે ડાયગ્નોસ્ટિક ઈમેજિંગ ગ્રૂપ (ડીઆઈજી) સરકારને 13.65 મિલિયન ડોલર ઉપરાંત ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીને વધારાના 1.85 મિલિયન ડોલર ચુકવવા સંમત થઈ છે.

છેતરપિંડની જાણકારી ધરાવતી ખાનગી વ્યક્તિને દીવાની પગલાં લેવાની અને વસુલાતમાં હિસ્સો મેળવવાની અનુમતી આપતાં ફોલ્સ ક્લેઈમ એક્ટની વ્હીસલબ્લોઅર જોગવાઈ હેઠળ ખાનગી વ્યક્તિઓએ 2009 અને 2010માં ફેડરલ અદાલતમાં ત્રણ કેસ નોંધાવ્યા હતા.

પતાવટ મુજબ ત્રણેય ખાનગી વ્યક્તિ એટલે કે વ્હીસલબ્લોઅરને 2.77 મિલિયન ડોલર મળશે. ન્યૂયોર્કની હોસ્પિટલમાં રેડિયોલોજીના અભ્યાસ કરનાર અને 1973માં અમેરિકામાં આવનારા મુંબઈના લીના દોશીએ 1985માં ડીઆઈજીની સ્થાપના કરી હતી. રેડિયોલોજી પ્રેક્ટિસના વ્યાપમાં વધારો કરવા પત્ની સાથે જોડાતાં અગાઉ લીના દોશીના પતિ નિતિન દોશી ડેન્ટિસ્ટ હતા. આ દંપતિ સામે આરોપ ઘડાયા ન હતા. બંને જણાંને યોગાનુયોગ એલીસ આઈલેન્ડ મેડલ ઓફ ઓનર એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ અમેરિકામાં અનન્ય ફાળો આપનારાઓને અપાય છે.

કંપનીએ વિવિધ ઈમેજિંગ સર્વિસીસ માટે ન્યૂયોર્ક મેડિકએડ પ્રોગ્રામ સમક્ષ 40,000 કરતાં વધુ ખોટા ક્લેઈમ રજૂ કર્યા હતા.


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો