UN માનવાધિકાર પરિષદમાં ઇઝરાયલ વિરુદ્ધ મતદાનમાં ભારતે ન લીધો ભાગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતે ઇઝરાયલ પ્રત્યે પોતાની નીતિમાં બદલાવ કરવાનો સંકેત આપતા જીનેવામાં ઇઝરાયલ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં આવેલા એક પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ભાગ લીધો નહોતો. પ્રસ્તાવમાં યુએનએચઆરસીની એક રિપોર્ટનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેમાં છેલ્લા વર્ષે ગાઝામાં થયેલા સંઘર્ષ દરમિયાન કથિત રીતે યુદ્ધ ગુનાના પુરાવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પ્રસ્તાવમાં તે ઇઝરાયલના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી હતી. કુલ 41 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થનમાં મતદાન કર્યુ હતું જ્યારે અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. ભારત સિવાય ચાર અન્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એ વાતનો ઇનકાર કર્યો કે તેઓની પેલેસ્ટાઇનને લઇને નીતિમાં ફેરફાર કર્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યુ કે પેલેસ્ટાઇ પ્રત્યે ભારતની લાંબા સમયથી ચાલી આવતી નીતિમાં કોઇ ફેરફાર નથી આવ્યો. જ્યાં સુધી આ પ્રસ્તાવનો સવાલ છે તો ઇન્ટરનેશનલ ક્રાઇમ કોર્ટનો સંદર્ભ હતો. ભારત તે કરારમાં સામેલ નહોતું જે હેઠળ આઇસીસીની રચના કરવામાં આવી હતી.
તેમણે કહ્યુ કે અગાઉ પણ જ્યારે સીરિયા અને ઉત્તર કોરિયા અંગે યુએનએચઆરસીના પ્રસ્તાવોમાં આઇસીસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ભારતે મતદાનમાં ભાગ લીધો નથી. આ વખતે પણ એ નીતિ અપનાવવામાં આવી છે.