એચ-૧બી વિઝાની સંખ્યા વધારવા અખબારની સલાહ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુશળ વિદેશી પ્રોફેશનલ્સને દેશમાં કામ કરતા અટકાવવા ન જોઈએ : ધ બોસ્ટન ગ્લોબઅમેરિકાના અગ્રણી દૈનિક અખબારે એચ-૧બી વિઝામાં વધારો કરવાની દલીલ સાથે કહ્યું છે કે અમેરિકાએ અન્ય દેશોમાંથી આવતા કુશળ માનવ સંસાધનને અટકાવવાનું ન જોઈએ. એચ-૧બી વિઝાની માંગ ભારતીય પ્રોફેશનલ્સમાં મોટાપાયે છે, પરંતુ અમેરિકાએ તેના પર નિયંત્રણ મૂક્યા છે.'ધ બોસ્ટન ગ્લોબ’ અખબારે તેના તંત્રીલેખમાં અમેરિકન કોંગ્રેસને એચ-૧બી વિઝાની સંખ્યામાં વધારો કરવાની અપીલ સાથે દલીલ કરી છે કે અમેરિકાને અહીં ભણી રહેલા વિદેશી સ્નાતકો ભણ્યા પછી અહીં જ કામ કરે અને તે ઉપરાંત નવા ઈમિગ્રન્ટ્સને પણ આવકારે તેમાં તેને આર્થિ‌ક લાભ છે કારણ કે અહીંની કંપનીઓને આવા કુશળ લોકોની જરૂર છે.તંત્રીલેખમાં કહેવાયું છે કે 'સરકારને અત્યાર સુધીમાં એચ-૧બી વિઝા માટે ૪૨,૦૦૦ અરજી મળી છે જે ગયા વર્ષ કરતાં ઘણી વધારે છે અને જૂન સુધીમાં ૬પ,૦૦૦ની ટોચમર્યાદા પાર કરી જશે તેવી શક્યતા છે. સંસદે તાત્કાલિક આ ક્વોટા વધારવો જોઈએ.’ વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયિંરગ ક્ષેત્રે નિષ્ણાત લોકો માટે વિશ્વભરમાં તીવ્ર હરીફાઈ ચાલી રહી છે અને આવા સમયમાં અમેરિકાની યુનિવર્સિ‌ટીઓ આપણા માટે મોટો ફાયદો છે તેમ છતાં ઈમિગ્રન્ટ્સ અહીં ભણે છે.પરંતુ પછી અમેરિકા છોડીને તેમના દેશમાં અથવા ઓસ્ટ્રેલિયા કે કેનેડા જતા રહે છે. જો આમ જ થતું રહેશે તો ભવિષ્યમાં ઈન્ટેલ, ઈબે, ગૂગલ જેવી કંપનીઓ માટે કુશળ લોકોની તંગી સર્જા‍શે. ઉલ્લેખનીય છે કે આ કંપનીઓમાં ભારતીયો સહિ‌તના વિદેશી પ્રોફેશનલ્સની ખાસ્સી એવી સંખ્યા છે.