તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેક્સિકોમાં પકડાયેલા ડ્રગ માફિયાને છોડી મૂકવા 2000 લોકોનું વિરોધ પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડ્રગ માફિયા જેક્વિન એલ શાપોને છોડી મુકવા મેક્સિકોમાં તેના વતન રાજ્યમાં 2,000 જેટલા લોકોએ ગયા અઠવાડિયા કરાયેલી તેની ધરપકડ બાદ આજે રેલી યોજી હતી.

બેન્ડ સાથે અને સફેદ વસ્ત્રોમાં સજ્જ 2000 જેટલા લોકોએ ક્યુલિઆકન રાજ્યની રાજધાની સિનોલોમાં રેલી યોજી હતી અને 200 જેટલા પોલીસ અધિકારીઓએ તેમને વિખેરાઈ જવાની ફરજ પાડી હતી.

શનિવારે ધરપકડ કરાઈ ત્યારથી ભારે સુરક્ષા ધરાવતી જેલમાં રખાયેલા સિનાલોઆ ડ્રગ કાર્ટેલના અગ્રણી એવા જેક્વિન સામે મેક્સિકો સિટીના ફેડરલ પોસિક્યુટરે સંગઠિત ગુનાખોરીના નવા આરોપ મૂક્યા હતા.

પર્વતની ટોચે આવેલા ચર્ચથી કૂચનો આરંભ થયો હતો અને શહેરના ટાઉનહોલ ખાતે તેનો અંત આવ્યો હતો.

એક પ્રદર્શનકારી પાસે રહેલા બેનરમાં લખ્યું હતું કે જેક્વિન ગુઝમન નોકરીઓ આપે છે, તે તમે ભ્રષ્ટાચારી રાજકારણીઓની જેમ નથી.

અન્ય એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોની સહાય કરતી કંપનીઓને જેક્વિન મદદ કરે છે. નામ જાહેર ન કરવાની શરતે 30 વર્ષની એક મહિલાએ કહ્યું હતું કે જેક્વિન અન્ય ડ્રગ કાર્ટેલને શહેરમાં પ્રવેશ કરવા દેતો નથી.

જેક્વિનની 13 વર્ષ બાદ તેની સુંદર પત્ની અને બે જોડીયા પુત્રીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને પકડી પાડવામાં માટે 11થી 22 ફેબ્રુઆરી સુધી હાથ ધરાયેલી કાર્યવાહીમાં 133 હથિયારો, 311 કારતૂસ, બે ગ્રેનેડ લોંચર, એક રોકેટ લોંચર, બે રોકેટ, બે વિસ્ફોટકો, નવ ગ્રેનેડ, 19 આર્મ્ડ કાર સહિત 43 વાહનો અને 14 ઘર જપ્ત કરાયા છે. તેની પાસેથી 3.1 ટન મથામફેટામાઈન, 82 કિલો કોકેઈન અને 25.6 કિલો ગાંજો પણ મળી આવ્યો હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો