તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે વિદેશીઓને માફી આપી દેવી જોઈએ : લંડનના મેયર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડનના મેયર બોરિસ જ્હોન્સને મંગળવારે કહ્યું કે જે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ ૧૦થી ૧૨ વર્ષથી રહે છે તેમને માફી આપીને કાયદેસરતા આપી દેવી જોઈએ જેથી તેઓ ટેક્સ ભરી શકે. વડાપ્રધાન ડેવિડ કેમરોને ગયા સપ્તાહે આવો વિચાર ફગાવી દીધો હતો અને ચેતવણી આપી હતી કે તેમ કરવાથી બ્રિટન એક નરમ દેશ છે તેવો સંકેત જશે. જ્હોન્સને કેમરોનની આ ચેતવણીને ફગાવી દઈને કહ્યું કે ર્બોડર એજન્સીનો સ્ટાફ અને પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને શોધી કાઢવામાં નિષ્ફળ રહ્યા છે જેને કારણે તેમને તેમના વતન દેશમાં પરત મોકલી શક્યા નથી.

તેનો સીધો મતલબ એ છે કે તેમના માફીનો અમલ તો થઈ જ ગયો છે. આ સાથે જ તેમણે નાગરિકોના પ્રત્યર્પણ સામે સતત અપીલો કરતા વકીલો પર પણ દોષનો ટોપલો ઢોળ્યો હતો.