તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Learn Politics From The Bhutto Clan: Bilawal Tells Imran Khan

“ભુટ્ટો સમાજ પાસેથી રાજકારણ શીખો”: બિલાવલે ઇમરાનને કહ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આજે ક્રિકેટરમાથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને કહ્યું હતું કે તેમણે ભુટ્ટો ભુટ્ટો સમાજ પાસેથી રાજકારણ શીખવું જોઇએ. “જો તમારે રાજકારણ શીખવું હોય તો તમારે ભુટ્ટો પાસેથી શીખવું જોઇએ. જો અમારે ક્રિકેટ શીખવું હશે તો નિઃશંકપણે અમે તમારી પાસે આવીશું” એમ બિલાવલે આજે 1992ના ક્રિકેટ વર્લ્ડ કપમાં દેશને વિજય અપાવનાર ખાનનો ઉલ્લેક કરતા જણાવ્યું હતું.
પાકિસ્તાન તેહરીક એ ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ પણ છે તેવા ખાન સામે કટાક્ષ કરતા બિલાવલે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ક્રિકેટરે રાજકીય સીડી ચડવા માટે ખરેખર સખત મહેનત કરી છે પરંતુ તેમણે કોઇ બલિદાનો આપ્યા નથી.
પીપીપી કાર્યકર્તાઓ સમક્ષ પોતાના ઇદના સંબોધન દરમિયાન 26 વર્ષના ભુટ્ટો પરિવારના સંતાન એવા બિલાવલે લોકશાહી માટે કોઇ બલિદાન નથી કર્યું તેવા પોતાના રાજકીય હરીફની ટીકા કરી હતી એમ ડોન ઓનલાઇને અહેવાલ આપ્યો હતો.
ભુટ્ટો શબ્દ પ્રજાના હૃદયમાં જીવંત છે તેની પર ભાર મુકતા તેમણે દાવો કર્યો હતો કે હવે પછીના વડાપ્રધાન ભુટ્ટો સમાજમાંથી કોઇ હશે. સક્રિય રાજકારણમાં પોતાના પ્રવેશ અંગેની ચર્ચાનો પ્રતિસાદ આપતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક પરિબળો તેઓ રાજકારણમાં આવે તેવું ઇચ્છતા નથી. રાજકારણમાં તેમના પ્રવેશ અંગે પક્ષે 18 ઓક્ટોબર નક્કી કરી છે.
આ તારીખનું મહત્ત્વ એટલા માટે છે કે કેટલાક વર્ષો પહેલા આજ તારીખે સ્વ-દેશનિકાલમાંથી પરત ફરેલા બેનઝીર ભુટ્ટોને આવાકારવા માટે કરાંચી હવાઇમથકે જંગી રેલી યોજાઇ હતી અને તેમને જ્યારે ઘરે લઇ જવાઇ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યા હતો અને હજ્જારો લોકોને મારી નાખ્યા હતા ઇજા પહોંચાડી હતી.
જો કે ત્યારે તેમને બચાવ થયો હતો પરંતુ દસ સપ્તાહ બાદ રાવલપિંડી ખાતે તેમને મારી નાખવામાં આવ્યા હતા. એકાદ વર્ષના ગાળા બાદ બિલાવલે હવે રાજકીય દુરા સંભાળી છે. તેમણે તાજેતરમાં જ લર્કાનામાં રાતેદેરોની સ્વ બેનઝીર ભુટ્ટોની બેઠક પરથી 2018ની સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાતે તાજેતરમાં જ પાછાલ વર્ષની ચૂંટણીમાં તેમનો પક્ષ હારી ગયો હતો તેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી તે મુદ્દે તેમના રાજીનામાની માગ કરતા સરકાર વિરોધી દેખાવો કર્યા હતા.
જોકે મુખ્ય વિરોધપક્ષ પીપીએ શરીફને ટેકો જાહેર કર્યો હતો તેમજ તેના નેતા ઇતિયાઝ એહસાને જણાવ્યું હતું કે વડાપ્રધાને દબાણ હેઠળ રાજીનામુ આપવું જોઇએ નહી.