તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઈલની બેટરી વધુ ટકાવવી હોય તો ફુલ ચાર્જિંગ ન કરશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૦૦ ટકા ચાર્જ કરવાથી બેટરી ગરમ થઈ જાય છે અને તેની ક્ષમતા ઘટે છે

જો આપની ઈચ્છા હોય કે આપના મોબાઈલ ફોનની બેટરી લાંબા સમય સુધી ટકી રહે તો હવેથી તેને ૧૦૦ ટકા ચાર્જ કરવાના બદલે લગભગ પ૦ ટકા જેટલી જ ચાર્જ કરજો. તાજેતરમાં તજજ્ઞોએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મોબાઈલની બેટરીને ૧૦૦ ટકા ચાર્જ કરવાથી તેનું આયુષ્ય ઘટી જાય છે.

ટેકનોલોજી એક્સપર્ટ એરિક લીમેરે જણાવ્યું હતું કે બેટરીને લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય તો ૧૦૦ ચાર્જ અને સંપૂર્ણ પાવર વાપરવાના બદલે તેને લગભગ પ૦ ટકા જેટલી જ ચાર્જ કરો અને સંપૂર્ણ પાવર વપરાય તે પહેલા ફરી ચાર્જિંગમાં મૂકવાનું રાખો.

લીમેરે જણાવ્યું હતું કે વધુ પડતા ચાર્જિંગ, ફુલ બેટરી કે ઝીરોથી પણ ઓછા સ્તર સુધી બેટરીનો વપરાશ કરવાથી ધીમે ધીમે તેનું આયુષ્ય ઘટતું જાય છે. ફોનને લાંબા સમય સુધી ચાર્જ કરવાથી તે ગરમ થઈ જતો હોવાથી દર વર્ષે તેનો પાવર ઘટતો જાય છે. તેના બદલે જો બેટરીને ઓછી ચાર્જ કરવામાં આવે અને વારંવાર ચાર્જિંગમાં મૂકવામાં આવે તો ફોન ઓછો ગરમ થાય છે જેથી બેટરી લાંબો સમય ટકી શકે છે.

જોકે મહિ‌નામાં એક બેટરી સંપૂર્ણ ડિસ્ચાર્જ કરી નાખવામાં આવે તે સારી વાત છે. ફોનને ચાર્જ કરવા માટે ઉત્તમ તાપમાન ૧પ ડિગ્રી સેલ્સિયસ છે અને જો ૨પ ડિગ્રી કરતા વધુ તાપમાન થઈ જાય તો બેટરી ધીમે ધીમે તેની ક્ષમતા ગુમાવવા લાગે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં ઓછા સિગ્નલ હોય ત્યાં એરપ્લેન અથવા ફ્લાઈટ મોડમાં ફોનને રાખવો તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ થતો હોય તેવી એપ જરૂર ન હોય ત્યારે બંધ રાખવાથી પણ બેટરીનું આયુષ્ય વધી શકે છે.