મોસ્કોઃ સેન્ટ્રલ રશિયાની એક જેલમાં માફિયા ડોન અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ વચ્ચે સેક્સનો એક વીડિયો બહાર આવ્યો છે. ઘટના સવર્ડલોસ્ક ઓબ્લાસ્ટની છે. જેલના તંત્ર અનુસાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ એ જોવા માટે જેલમાં જતી હતી કે માફિયા લીડર સાથે કોઈ અમાનવીય વ્યવહાર તો નથી થઈ રહ્યો ને! જોકે, જેલ ઓથોરિટીના સિક્રેટ કેમેરામાં બન્ને ઝડપાઈ ગયાં હતાં.
ઓથોરિટીએ જણાવ્યું કે બન્નેના વ્યવહાર શંકાસ્પદ હતા અને વગર કોઈ કારણ બન્ને લાંબી લાંબી મુલાકાતો કરતાં હતાં. જેને પગલે તેમના પર નજર રાખવા માટે જેલમાં સિક્રેટ કેમેરા લગાવાયો હતો. સ્થાનિક મીડિયામાં આ વીડિયો લિક થયા બાદ હોબાળો મચી ગયો છે.
શું છે વીડિયોમાં?
ફૂટેજમાં જોવા મળે છે કે એક મહિલા સેલમાં પ્રવેશે છે અને થોડી મિનિટો માટે કેદી સાથે વાત કરે છે. બાદમાં બન્ને સેક્સ કરતા જોઈ શકાય છે. આ ઘટના એપ્રિલ મહિનાની હોવાનું જણાવાયું છે.
જેલમાં તમામ સુવિધા
વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક મીડિયામાં જેલ તંત્રની ભારે ટીકા થઈ રહી છે. વીડિયોમાં કેદીની સેલમાં લાકડાનું બેડ, ખુરસી અને કોફી ટેબલ જોઈ શકાય છે. લોકો પ્રશ્નો પૂછી રહ્યાં છે કે એક ખતરનાક ગુનેગારને આટલી સુવિધા કયા આધારે અપાઈ રહી છે. વીડિયોમાં માફિયા ડોનની સેલની દિવાલ પર પેન્ટિંગ પણ જોઈ શકાય છે.
આગળની સ્લાઈડમાં જુઓ... cctvએ કેદ કરેલી તસવીરો...