જાપાનઃ હિરોશિમામાં ભૂસ્ખલન, 18થી વધુના મૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હિરોશિમાના અસામીનામી વિસ્તારમાં ભૂસ્ખલન બાદ સર્જાયેલ તારાજી)
- જાપાનના હિ‌રોશિમામાં ભૂસ્ખલન
- ૩૬લોકોના મોત નીપજ્યાં, ૦૭થી વધારે લોકો ગુમ

ટોક્યો: જાપાનના હિ‌રોશિમા શહેરમાં મંગળવારે આખી રાત વરસાદ પડયો. તેના કારણે થયેલા ભૂસ્ખલનમાં ૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૦૭થી વધારે લોકો ગુમ થઇ ગયા છે. સંખ્યાબંધ મકાનો માટીની નીચે દટાઇ ગયા છે. એક જ પહાડ ઉપર અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાત્રે ૨૪૦ મીમી જેટલો વરસાદ પડયો હતો.

આ વરસાદ આખા મહિ‌નાના વરસાદ જેટલો હતો. ઉપરાંત તે આંકડો પણ વિક્રમજનક હતો. હવે અહી હેલિકોપ્ટરથી લોકોને બહાર કઢાઇ રહ્યા છે. રાહત અને બચાવ કર્મચારીઓ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વડાપ્રધાન શિંઝો અબેએ પોતાની ગરમીની રજાઓ રદ કરી દીધી છે અને રાજધાની પરત ફરી ગયા છે.
ભૂસ્ખલનને કારણે સર્જાયેલ તારાજીની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો