G-20: પતિઓ મીટિંગ્સમાં વ્યસ્ત, પત્નીઓ ટાઈમપાસમાં મસ્ત, Pix

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરઃ (ડાબેથી)ઈટાલીના વડાપ્રધાન માટેઓ રેન્ઝીની પત્ની એગ્નીઝ લેન્ડિની, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટોની એબોટની પત્ની મેર્ગી એબોટ, જિનપિંગની પત્ની પેંગ લિયુઆન)

બ્રિસબેનઃ
ઓસ્ટ્રેલિયામાં વિશ્વની આર્થિક મહાસત્તાઓની G-20 સમિટ યોજાઈ રહી છે. વિશ્વ નેતાઓ વિશ્વની આર્થિક નીતિઓ ઘડવામાં અને તેની સામે ઉભા થઈ રહેલા પડકારોને પહોંચી વળવામાં વ્યસ્ત છે. મશગુલ છે. બીજી બાજુ, આ વિશ્વનેતાઓની પત્નીઓ ઓસ્ટ્રેલિયાની મોજ માણવામાં મશગુલ છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટોની એબોટની પત્ની મેર્ગી એબોટ બ્રિસબેન આવેલા વિશ્વ નેતાઓની પત્નીઓને અહીંની લોન પાઈન કોઆલા સેન્ચુરી લઈ ગયાં હતાં. જ્યાં વિશ્વની વિવિધ આર્થિક મહાસત્તાઓની ‘ફર્સ્ટ લેડી’ઝ્ દ્વારા ઓસ્ટ્રિલિયાના ખાસ પ્રાણી એવા કોઆલા સાથે મસ્તી કરાઈ હતી.

મિસિસ એબોટ સાથે ઝૂમાં સિંગાપોરના વડાપ્રધાન લી સેન લૂંગ, ઈટાલીના વડાપ્રધાન માટેઓ રેન્ઝીની પત્ની એગ્નીઝ લેન્ડિની, ચીનના પ્રમુખ શિ જિનપિંગની પત્ની પેંગ લિયુઆન, ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોના પત્ની ઈરિયાના જોકો વિડોડો, કેનેડિયન વડાપ્રધાન સ્ટીફન હાર્પરના પત્ની લૌરીન હાર્પરે કોઆલાને રમાડ્યાં હતાં.

આગળની સ્લાઈડમાં જુઓ... વિશ્વનેતાઓની પત્નીઓ દ્વારા લેવાયેલી ઝૂ વિઝિટની કેટલીક તસવીરો...