તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

638 વખત મોતને ધોબીપછાડ, બારૂદ ભરેલી સિગાર પણ કંઇ બગાડી ન શકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાની CIAના ખેરખાંઓએ સિગારના શોખીન ફિદેલ કાસ્ત્રોના મોઢા સુધી બારૂદ ભરેલી સિગાર પહોંચાડી. તેની પ્રેમિકાના હાથે ઝેર ભોજનમાં મિક્સ કરાવડાવ્યું. જેમ્સ બોન્ડની ફિલ્મોથી લઇને સાવધાન ઇન્ડિયા સુધીના દરેક રસ્તા અપનાવ્યા પણ આશ્વર્યજનક રીતે ફિદેલ તેમાંથી બચતો રહ્યો. અમેરિકાને દુનિયાનો દાદા કહેવાય છે પણ તેના નાક નીચે કાસ્ત્રોએ 11 રાષ્ટ્રપતિને જોયા. તેને મારવા માટે 638 વખત પ્રયાસ થયા પણ છેવટે 90 વર્ષની ઉંમરે આંતરડામાં ઇન્ફેક્શનના કારણે તે કુદરતી મોતે જ આ દુનિયાથી ચાલ્યો ગયો. સીઆઇએની કોશિષો પર કાસ્ત્રોએ કહ્યું હતું, 'જો જાનથી મારી નાખવાની કોશિષોથી બચવાનો કોઇ ઓલિમ્પિક ખેલ હોત તો ગોલ્ડ મેડલ મને જ મળત.' આજે ચર્ચા અમુક કિસ્સાઓની જેમાં મોત તેનાથી વેંત જેટલુ જ છેટુ રહ્યું.
સિગારમાં બારૂદ પહોંચ્યો પણ તેને ગંધ આવી ગઇ
1985માં ફિદેલે એમ કહીને સિગાર છોડી દીધી કે સિગાર સાથે સૌથી સારી બાબત એ કરી શકીએ કે તેને તમારા દુશ્મનોને આપી દો. ન્યૂયોર્ક પોલીસ અધિકારીનો આઇડિયા હતો કે બારૂદ ભરેલી સિગાર તેને પકડાવી દેવામાં આવે. પ્લાન પ્રમાણે સિગાર પીતાંજ કાસ્ત્રોનું માથુ ઉડી જાત પણ કાસ્ત્રોને સિગારની જેમ તે પ્લાનની પણ ગંધ આવી ગઇ. એક વખત સિગારમાં બોટુલિન નામનું ઝેર પણ આપવામાં આવ્યું હતું. પણ તે પ્લાન સફળ થયા નહીં અને કાસ્ત્રો પર નવા અખતરા થતાં રહ્યા

આગળ વાંચો સિગાર છોડી તો બીજી કઇ તરકીબો અજમાવવામાં આવી...
અન્ય સમાચારો પણ છે...