• Gujarati News
  • How A Chinese Toddler Urinating On Hong Kong Street Sparked A Social Media War

ચાઈનીઝ બાળકે રસ્તા પર કર્યો પેશાબ, હોંગકોંગ-ચીન વચ્ચે ફાટી નિકળ્યું 'યુદ્ધ'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ બ્રિટિશ નાગરિકે ભારત પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભારતને પોતાના શહેરો ચોખા રાખતા નથી આવડ્યું. બાળક રસ્તા પર પેશાબ કરતો હોય એવા દર્શ્યો ભારતમાં સાવ સામાન્ય ગણવામાં આવે છે. રસ્તા પર ચાલતા પશુઓ, માણસો દ્વારા રસ્તા પર જ 'હવળા'ની ઘટના એ ભારતની એક 'કુખ્તાય ઓળખ' છે. આપણને ગંદકી માફક આવી ગઈ છે. જોકે, દુનિયાનો દરેક વિસ્તાર ભારત નથી હોતો. ને દરેક વિસ્તારને ગંદકી માફક નથી આવતી. ભારતથી એકદમ વિરોધાભાસી ઘટના બની છે હોંગકોંગમાં...
હોંગકોંગની ગલીમાં એક ચાઈનીઝ દંપતિ દ્વારા પોતાના બાળકને પેશાબ કરાવવાની ઘટનાએ હોંગકોંગમાં ભારે હોબાળો મચાવી દીધો છે. ભારતમાં સાવ સામાન્ય ગણાતી ઘટનાને લઈને હોંગકોંગમાં ગંભીર 'ચર્ચાયુદ્ધ' છેડાઈ ગયું છે. હોંગકોંગમાં રહેતા ચાઈનીઝ લોકોના વર્તનને કઈ હદ સુધી સહન કરવું જોઈએ એવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો હોંગકોંગના મોંગ કોક વિસ્તારમાં ભારે ભીડભાડવાળા એક રસ્તા પર એક દંપતિ દ્વારા પોતાના બાળકને પેશાબ કરાવવામાં આવ્યો હતો. આ ઘટનાનું એક વ્યક્તિએ શૂંટિંગ કરી લીધું. જોકે, દંપતિ દ્વારા આ મુદ્દે વાંધો ઉઠાવતા લોકો એકઠા થઈ ગયા અને દંપતિ દ્વારા કરાયેલી 'અણછાજતી' હરકતનો વિરોધ કરાયો. આ ઘટનાને ત્યાંથી પસાર થતી વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી અને સોશિયન સાઈટ્સ પર અપલોડ કરી દીધી. જે બાદ ભૂતપૂર્વ બ્રિટિશ કોલોની અને ચીનના 'ઓટોનોમસ રીજન' એવા હોંગકોંગમાં ચાઈનીઝ લોકોની 'ગેરસામાજિક' વર્તણુકો પર સવાલો સર્જી દેવાયા.
આ ઘટના બાદ શું થયું... શા માટે હોંગકોંગમાં આ મુદ્દે હોબાળો ફાટી નિકળ્યો છે... વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ