અમેરિકાના ભૂતિયા વિસ્તારોઃ યહાં પર સબ શાંતિ શાતિ હૈ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની વાત આવે એટલે આલિશાન અને ભવ્ય ભવનો જ નજરે પડે. દોમ દોમ સાહ્યેબી અને સમૃદ્ધિની રેલમછેલ એ અમેરિકાની ઓળખ છે. આ જે વસ્તુઓ છે જે દુનિયાઆખીને અમેરિકા તરફ આકર્ષે છે. ને લોકો રાત કે દિવસ જોયા વગર અહીં દોડી આવે છે. જોકે, અમેરિકામાં કેટલાક એવા વિસ્તારો પણ આવેલા છે કે જ્યાં રાતે તો શું દિવસે પણ લોકો પગ મુકવાની હિંમત નથી કરતા. અલબત્ત ના તો ભૂત થાય છે કે ના તો પ્રેયનો પડછાયો જોવા મળે છે. પણ તોય એની 'નિરવ ભયાનકતા' તમને ધબકારા ચુકાવી દેવા માટે પુરતી છે.

જોની જૂ નામના 23 વર્ષના પ્રોફેશનલ ફોટોગ્રાફરે અમેરિકાના આવા જ વિસ્તારોની મુલાકાત લઈને 'ડરામણી તસવીરો' ખેંચી છે. જોની બાળપણથી જ હોરર વીડિયોગેમ્સનો શોખીન જીવડો હતો ને સાયલન્ડ હિલ નામની વીડિયો ગેમ એની હમેંશાથી પ્રિય રહી છે. હોરર થિમ પર આધારીત આ ગેમ પરથી બાદમાં હોલિવૂડની ફિલ્મ પણ બની હતી. પણ પોતાની મનપસંદ વીડિયો ગેમે જોનીના દિમાગમાં એવો તે 'કાળો જાદૂ' કર્યો કે તેને અમેરિકાના બિહામણા વિસ્તારોમાં રખડવાની મજા આવવા લાગી.

અમેરિકાના આવા બિહામડા વિસ્તારોમાં ફરીને જોનીએ અસંખ્ય તસવીરો ખેંચી છે. જેમાથી સૌથી બિહામણી તસવીર 116 તસવીરોનું એક 'બિહામણું પુસ્તક' પણ રજૂ કરાઈ રહ્યું છે. જેને 'એમ્પ્ટી સ્પેસિઝ' એવું નામ પણ અપાયું છે.

અમેરિકાની ભૂતવળ માનવામાં આવતી જગ્યઓની તસવીરો જોવા માટે ફોટો સ્લાઈડ કરોઃ