તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેરાથી ઘરની કિંમત વધી શકે, 75% સુધી પ્રોજેક્ટ ઘટશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: રિયલ એસ્ટેટ ઓથૉરિટી, રેરા એક ઑગસ્ટથી લાગુ થઇ તે બાદ ઘણા પ્રકારના નવા પરિવર્તનો થવાની શરૂઆત થઇ ગઇ છે. શૉર્ટ ટર્મની વાત કરીએ તો આ પરિવર્તનોની અસર મકાન અને ફ્લેટ ખરીદનારા લોકોએ વધારે કિંમત ચૂકવીને સહેવી પડશે. હકીકતમાં ડેવલપર્સને બેન્કો અને નાણાકીય સંસ્થાનો પાસેથી લોન નહીં મળી શકવાને કારણે સમસ્યા છે.
વધી શકે છે મકાનની કિંમત
 
ક્રેડાઈના અનુસાર ઓફિસખર્ચ, કેપિટલ કોસ્ટ વધવા સહિત ઘણાં કારણોથી મકાન અને ફ્લેટની કિંમતો વધી શકે છે. હાઉસિંગ ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર આગલા એક વર્ષ સુધી નવા પ્રોજેક્ટ ઓછા લોન્ચ થશે. તેમની સંખ્યા એક ચતુર્થાંસ સુધી ઓછી થઇ શકે છે. જોકે, લોન્ગ ટર્મમાં રેરા ફાયદાકારક સાબિત થઇ શકે છે. તાજેતરમાં જ લંડનમાં આયોજિત ક્રેડાઇની નેટકૉન 2017 દરમિયાન રેરા-જીએસટી સહિત ઘણા મુદ્દે ચર્ચા થઇ હતી. નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે ભાસ્કરને કહ્યું હતું કે રેરાને કારણે શરૂઆતના એક વર્ષ સુધી નવા પ્રોજેક્ટ્સની સંખ્યા 75 ટકા જેટલી ઓછી થઇ શકે છે. બીજી સૌથી મોટી સમસ્યા હવે ફંડની આવી ગઇ છે. રેરા સકારાત્મક પરિવર્તન છે.
 
રજિસ્ટ્રેશન નંબર ઝડપથી ફાળવવા માંગ

શાહનું કહેવું છે કે અમે તેના પ્રત્યેક નિયમોનું પાલન કરીશું પણ રેરા હેઠળ દરેક બિલ્ડર માટે તમામ મંજૂરીઓ બાદ પ્રત્યેક પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમાં ઘણો બધો સમય લાગે છે. તેઓ તેનું સમાધાન પણ જણાવે છે. તેઓ કહે છે કે અમે ચાહીએ છીએ કે બિલ્ડર જેવી રજિસ્ટ્રેશન માટે અરજી કરે, તે સાથે તેને એક અસ્થાયી નંબર આપી દેવામાં આવે. જ્યારે તે પ્રક્રિયા પૂર્ણ કરી લે, કાગળ જમા કરાવી દે તો તેને સ્થાયી નંબર આપી દેવામાં આવે.
બિલ્ડર જમા કરાવશે એફિડેવિટ

તે માટે બિલ્ડર સોગંદનામું પણ જમા કરાવશે. બિલ્ડર જો રજિસ્ટ્રેશન પૂરું કરવામાં કોઇ અનિયમિતતા કરે તો સજા આપવામાં આવે. જેમ કે ઉત્તરપ્રદેશમાં કરાયું હતું. શાહ કહે છે કે બેન્ક અને નાણાકીય સંસ્થાઓ રેરા બાદ રજિસ્ટ્રેસન વિના ફંડ આપી રહ્યા નથી અને જે ફંડ અમને મળે છે તે અન્ય ક્ષેત્રોની તુલનામાં ચારથી છ ટકા સુધી મોંઘુ મળે છે. અમે આ સમસ્યાના સમાધાન માટે વડાપ્રધાન કાર્યાલયને પણ આગ્રહ કર્યો છે. અમને સમાધાનું આશ્વાસન મળ્યું છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં 86 ટકા ભાગીદારી મકાન અને ફ્લેટની છે. ક્રેડાઈએ બજેટ હાઉસિંગ કે એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર પાસેથી અન્ય ઉદ્યોગોની જેમ ડેવલપર્સને જમીન આપવાની તરફેણ કરી છે, જેથી સસ્તાં મકાન બનાવીને લોકો આપી શકે. સાથે જ જે રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં યુવાનોને સુવિધા આપવામાં આવે છે, તેવી જ રીતે યુવા બિલ્ડર્સને પણ સરકારે ફંડ અને જમીન વગેરે સુવિધા એફોર્ડેબલ હાઉસિંગ માટે આપવી જોઇએ. જેએલએલના ચેરમેન અનુજ પુરીએ કહ્યું હતું કે રેરા સંપૂર્ણપણે લાગુ થયા બાદ દેશમાં રિયલ એસ્ટેટ માર્કેટ એકદમ વાસ્તવિક બની જશે.

બે ઉદાહરણથી સમજો ગ્રાહકોને હજુ સુધીમાં કેવી તકલીફો થઇ

કેસ-1
મુંબઈના અબ્દુલ વાહિદ ખાને મીરા રોડ પર 16મા માળે 2012માં ફ્લેટ બુક કરાવ્યો હતો. ફ્લેટ ઇન્વેસ્ટર પાસેથી ખરીદયો હતો. બિલ્ડરે 6 મહિનામાં ચાવી આપવા કહ્યું હતું પણ તેમને આજ સુધી ફ્લેટ નથી મળ્યો. કારણ કે 15મા માળ સુધી જ નિર્માણની મંજૂરી હતી. વાહિદ જેવા લોકો માટે રેરા મદદગાર સાબિત થશે. હવે બિલ્ડર રજિસ્ટ્રેશન વિના ઘર બનાવી જ નહીં શકે અને રજિસ્ટ્રેશન મંજૂરીઓ બાદ જ થશે.

કેસ-2
ખાનગી કંપનીમાં કામ કરતા મનોજે નોઈડાના સેક્ટર 110માં દોઢ કરોડ રૂપિયામાં મકાન બુક કરાવ્યું હતું. 2012-13માં બુકિંગ વખતે બિલ્ડરે બે વર્ષમાં પઝેશન આપવાની વાત કહી હતી પણ આજ સુધી પઝેશન નથી મળ્યું. મનોજ ભાડાના મકાનમાં રહે છે અને મકાનના ઈએમઆઇ પણ ભરે છે. રેરાને કારણે આ સમસ્યા સમાપ્ત થશે. સમયસર પઝેશન નહીં આપનારા બિલ્ડરો પર દંડ અને જેલની સજાની જોગવાઇ છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગ્રાહક વધારે પૈસા ચૂકવશે, પણ છેતરપિંડીની આશંકા ઘટી જશે.....
અન્ય સમાચારો પણ છે...