તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં મંદિરોનું રક્ષણ કરવા હિંદુઓનો સંઘર્ષ, જમીન માફિયાઓ બન્યા નિરંકુશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં લઘુમતિ હિંદુ સમુદાય જમીન માફિયાઓ તરફથી પોતાનાં મંદિરો અને તેમની આસપાસની જમીનનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેમ મીડિયાનાં અહેવાલોમાં જણાવાયું છે. ભાગલા વખતે મોટાભાગનાં હિંદુ રહેવાસીઓ પોતાની મિલકતો અને ધાર્મિક જગાઓને છોડી ભારત આવી ગયા હતા.

દરમિયાનમાં પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે સરકાર પાસેથી લઘુમતિ હિંદુ સમુદાયને સિંધ પ્રાંતમાં આવેલા એક સદી જૂના મંદિરમાં પ્રવેશ આપવા માટે શું પ્રયત્નો કર્યા છે, તે અંગેનો અહેવાલ માગ્યો છે.

સુપ્રિમ કોર્ટની કરાંચી બેન્ચ આ મંદિરમાં લઘુમતિ સમુદાયનાં લોકોને પ્રવેશ આપવાના કરાયેલા ઇન્કારની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સાંભળી રહી હતી.

અરજદાર રાજહો મલે મોકલેલી અરજીમાં જણાવ્યું છે કે મંદિરનાં પરિસરમાં ચાલતી સરકારી શાળાનાં સંચાલકોએ તંડો એડમમાં આવેલા આ મંદિરમાં હિંદુઓને પ્રવેશ આપવામાં નથી આવતો.

પાકિસ્તાનનાં ચીફ જસ્ટિસ તસાદુક હુસૈન જિલાનીનાં વડપણ હેઠળની બેન્ચનું નિરીક્ષણ હતું કે દેશનું બંધારણ દેશમાં ધાર્મિક લઘુમતિઓનાં હકોની બાંહેધરી આપે છે. અને કોર્ટ એ વાતનું ધ્યાન રાખશે કે આ હકોનું રક્ષણ થાય. બેન્ચે એડિશનલ એડવોકેટ જનરલને આ બાબતમાં નજર નાખવા જણાવ્યું હતું.

દરમિયાનમાં પાકિસ્તાન હિંદુ કાઉન્સિલનાં સંરક્ષક રમેશ કુમાર વાંકવાણીએ સુપ્રિમ કોર્ટને હિંદુ જિમખાના બિલ્ડીંગનો ઉપયોગ ફક્ત હિંદુઓ જ કરી શકે તેવી માન્યતા આપવાની વિનંતી કરી હતી. વાંકવાણીએ દાખલ કરેલી યાદીમાં જણાવાયું છે કે 1926માં હિંદુ સમુદાયે મનોરંજનના હેતુસર કરાંચીમાં હિંદુ જિમખાનાની સ્થાપના કરી હતી.

તેમણે કહ્યું હતું કે આ ઇમારતને ગેરકાયદેસર રીતે નિર્વાસિત જાહેર કરાઇ હતી અને કેટલીક સંસ્થાઓએ તેનો કબ્જો લીધો હતો. ત્યારબાદ 2007માં આ ઇમારત નેશનલ અકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટસનાં હાથમાં આવી હતી.


જમીન માફિયાઓ પચાવી રહ્યા છે મંદિરોની જમીન

એક્સપ્રેસ ટ્રિબ્યુન ડેઇલીનાં અહેવાલ પ્રમાણે આ પ્રોપર્ટીઓને હવે લોકો પચાવી પાડવા તૈયાર થઇ રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે સ્થાનિક રહેવાસીઓએ મંદિરોની આસપાસની જમીનો પચાવી પાડવા અને ત્યાં માર્કેટ બનાવવા માટે બનાવતી દસ્તાવેજો તૈયાર કર્યા છે. આ મંદિરો એવા વિસ્તારોમાં આવેલા છે, જ્યાં જમીનની કિંમતો ઘણી ઉંચી છે. આ બાબત જમીન માફિયાઓ માટે ચુંબકની જેમ કામ કરે છે.

કિરતારપુરાનાં રહેવાસી અમરનાથે જણાવ્યું હતું કે એક પણ એવું મંદિર નથી, જે જમીન માફિયાઓની પકડમાંથી બચી શક્યું હોય.

નિસહાય લઘુમતિ સમુદાય ખંડેરમાં ફેરવાઇ ગયેલી અને લુંટી લેવાયેયી ઇમારતોનું રક્ષણ કરવા કંઇ કરી શકતો નથી, તેમ આ અહેવાલમાં જણાવાયું છે.

રાવલપિંડીમાં રહેતા 5000 હિંદુઓ માટે ક્રિષ્ના મંદિર પૂજાપાઠ માટેનું એકમાત્ર સ્થાન છે. આ મંદિર એક નાના પ્લોટ પર બનાવેલું છે, જ્યાં કોઇ ધાર્મિક સમારોહ વખતે સમુદાયનાં લોકો સમાઇ શકતા નથી.


સ્થાનિક બહુમતિ સમુદાયનાં લોકો મંદિરો પર કરે છે હુમલા

પણ આ મંદિરનું અસ્તિત્વ કોઇ સિદ્ધિથી ઓછું નથી. એક સમય હતો જ્યારે તેનું ભાવિ પણ ધુંધળું હતું અને આજે પણ તેનાં અસ્તિત્વ સામે પડકારો રહેલા છે, તેમ આ દૈનિક જણાવે છે.

હિંદુ સમુદાયનાં લોકો માને છે કે જમીન માફિયાઓએ મંદિરો પર હુમલા કર્યા હતા, જેમની આસપાસ મુસ્લિમ પરિવારો રહે છે, જેથી હિંદુ પરિવારો આ જમીન ખાલી કરી દે અને વ્યાવસાયિક મૂલ્યને જોતાં તેઓ જમીનનો કબ્જો મેળવી શકે.

કેટલાક સ્થાનિક રાજકારણીઓની આગેવાની હેઠળ ટોળાઓએ મંદિરો પર હુમલા કર્યા હતા, તેમ આ અહેવાલમાં જણાવાયું છે.

સમુદાયનાં એક સદસ્યે જણાવ્યું હતું કે અહીં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીંથી હિજરત કરનાર હિંદુઓએ પોતાની સંપત્તિ મંદિરોમાં દફન કરી છે. તેથી શહેરની બહાર આવેલા મંદિરોનું ખોદકામ કરવામાં આવ્યું હતું, પણ કંઇ ન મળતા, તેમણે મંદિરની અંદરની મૂર્તિઓનો નાશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો