તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક.માં મંદિરના સંરક્ષણ માટે હિ‌ન્દુઓને સંઘર્ષ કરવો પડે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાક.માં મંદિરના સંરક્ષણ માટે હિ‌ન્દુઓને સંઘર્ષ કરવો પડે છે
- મંદિર મામલે સુપ્રીમર્કોટે અહેવાલ મગાવ્યો


પાકિસ્તાનમાં લઘુમતી હિ‌ન્દુ સમુદાયના લોકોને ભૂમાફિયાઓથી મંદિરને બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બંને દેશોના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં વસતા મોટા ભાગના હિ‌ન્દુ લોકોએ ભારતમાં સ્થળાંતર કરી દીધું હતું. જોકે તેમની મિલકતો અને કેટલાંક મંદિરો હજુ પણ પાકિસ્તાનમાં જોવા મળે છે. સ્થાનિક અખબારે જણાવ્યું છે કે, આ મિલકતોને હવે યેનકેન પ્રકારે પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

સ્થાનિક લોકો નકલી દસ્તાવેજો ઊભા કરીને મંદિરોની આજુબાજુની જમીનો પર કબજો કરીને બાંધકામ કરી રહ્યા છે. આ મંદિરો એવા વિસ્તારોમાં આવેલાં છે જે વિસ્તારના જમીનના ભાવ આસમાને છે. જમીનના ભાવો ખૂબ ઊંચા હોવાના કારણે હવે ભૂમાફિયાઓ મંદિરની જમીન પણ પચાવી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનના કર્તિરપુરામાં વસતા એક અમરનાથ નામની સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભૂમાફિયાઓની નજરમાંથી હિ‌ન્દુઓનું એક પણ મંદિર બાકી રહ્યું નથી.

બીજી તરફ સરકાર પણ ભૂમાફિયાઓની સાથે હોવાના કારણે હિ‌ન્દુ સમુદાયના લોકો તેમનાં મંદિરો બચાવવા માટે કોઇ પણ પગલાં ભરી શકતી નથી. રાવલપિંડીમાં વસતા પ,૦૦૦ જેટલા હિ‌ન્દુઓ માટે હવે પૂજા-અર્ચના માટે માત્ર ક્રિષ્ણા મંદિર જ બાકી રહ્યું છે. જોકે આ મંદિર પણ એટલી નાની જગ્યા પર બનેલું છે કે તેમાં હિ‌ન્દુ ભક્તો સમાવી શકાતા નથી. થોડા સમય પહેલાં સ્થાનિક રાજનેતાની આગેવાનીમાં ભૂમાફિયાઓએ હિ‌ન્દુઓનાં કેટલાંક મંદિર ઉપર હુમલો પણ કર્યો હતો.

- મંદિર મામલે સુપ્રીમર્કોટે અહેવાલ મગાવ્યો
સિંધ પ્રાંતમાં આવેલા હિ‌ન્દુ સમુદાયનાં સદીઓ જૂનાં મંદિરને બચાવવા માટે પાક.ની સુપ્રીમર્કોટે સરકાર પાસેથી અહેવાલ મગાવ્યો છે. સુપ્રીમ ર્કોટમાં પ્રેમપ્રકાશ પંથના લઘુમતી સમુદાયના સભ્યોએ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે કરેલી અરજીમાં દાવો કર્યો છે કે હિ‌ન્દુઓને તેમનાં મંદિરમાં પ્રવેશવા દેવાતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો