તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PICS: પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓએ કરી દિવાળીની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ દિવસ ચાલશે ઉજવણી
પાકિસ્તાન હાઈકમિશ્નરેટ દ્વારા વિશેષ આયોજનો
દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. માત્ર ભારતમાં જ વસતા હિન્દુઓ દ્વારા જ નહીં, પરંતુ દુનિયાભરમાં જ્યાં-જ્યાં હિન્દુઓ વસે છે, ત્યાં-ત્યાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુઓ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના દહર્કી તથા રેહર્કી સાહિબમાં દિવાળી નિમિતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દિવાળીના તહેવારો પાંચ દિવસો સુધી ચાલે છે.
તહેવારની આ જ ચમક મુલતાન, ખૈબરપસ્તુન ખ્વા તથા પંજાબ પ્રાંતમાં હોવાનું કહેવાય છે. દિવાળીના તહેવારો નિમિતે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશ્નરેટે પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. દિવાળીના દિવસે ઉચ્ચાયોગની બિલ્ડિંગમાં દિવાળીની પૂજા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ખાતે ભારતીય હાઈ કમિશ્નરેટ રાઘવનના કહેવા પ્રમાણે, અમે લોકો નાના પરિવાર સમાન છીએ.