• Gujarati News
  • Hilarious Love Letter Found At Elementary School Goes Viral On Web

ટેણીયાએ લખ્યો પ્રેમપત્ર, ટેણીએ ઠુકરાવ્યો પ્રસ્તાવ, લાખો લોકો પેટ પકડીને હસ્યા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રેમ આંધળો હોય છે અને તેને કોઈ ઉંમરના સીમાડા નડતા નથી તે વાત અમેરિકાની પ્રાથમિક શાળામાં ભણતા એક ટેણીયાએ સાબિત કરી છે. આ ટેણીયાએ તેની જ સાથે ભણતી એશલી નામની છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનવા માટે પ્રપોઝ કર્યું હતું.

પ્રિયતમા બનાવવા માંગતા આ ટેણીયાએ પત્રમાં પ્રસ્તાવ મોકલ્યો અને જોડે ત્રણ વિકલ્પો પણ સુચવ્યા અને ત્રણ પૈકી કોઈ એક પસંદ કરવા જણાવ્યું હતું. જોકે સામે ટેણી પણ ખુબજ હોશિયાર હોય તેણે પત્રનો વળતો જવાબ સિફતપુર્વક લખીને મોકલ્યો હતો. પ્રાથમિક શાળામાં ભણતા આ છોકરા-છોકરીનો પ્રેમપત્ર ઓનલાઈન અપલોડ થતાં લાખો લોકોએ તેને વાંચ્યો હતો અને છોકરીનો જવાબ જાણીને લોકો પેટ પકડીને હસ્યા પણ હતા.

ટેણિયાએ પત્રમાં શું લખ્યું હતું અને તેને વળતો જવાબ શું મળ્યો, વાંચો આગળની સ્લાઈડમાં...