ઓસ્ટ્રેલીયામાં અંતિમ વિધિ સમયે શબ લઇ જતી શબવાહિની ચોરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડનીઃ અંતિમવિધિના થોડા સમય પહેલા જંગલમાંથી કૂદીને બહાર આવેલી એક વ્યક્તિ ડેડબોડી સાથે શબવાહિનીને હંકારીને લઇ જતા પોતાના એક સગાની અંતિમવિધિ માટે સ્મશાનમાં ગયેલા ઓસ્ટ્રેલિયન પરિવારને આંચકો લાગ્યો હતો.
હેયલે વેસ્ટ અને તેના પતિ ટોબીયસ રિચાર્ડસન તેમના સાળા સેઠના અંતિમ સંસ્કાર માટે ગઇકાલે સિડનીના બ્લ્યુ માઉન્ટેઇન્સમાં સ્કુલ બિલ્ડીંગ ખાતે અંતિમવિધિની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ કારહાઇજેકરે ઉપરોક્ત પગલું ભર્યું હતું.
અમે ફોયરમાં વાત કરતા હતા અને એક ફ્યુનરલ ડિરેક્ટર કોફીન મુકવા માટે ટ્રોલી લેવા જઇ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ જંગલમાંથી કૂદીને આવી હતી અને શબવાહિની પર કૂદકો માર્યો હતો અને તેને હંકારવા લાગ્યો હતો એમ વેસ્ટે એબીસી રેડીયોને જણાવ્યું હતું.
ફ્યુનરલના માણસ બારીમાંથી જોતા ઘેરા અવાજ સાથે બોલ્યો હતો કે તમે શું કરો છો? તમે શબવાહિનીને લઇ જઇ શકો નહી. અમે બધા જ આસપાસ ઊભા હતા અને બોલતા હતા કે ઓહ માય ગોડ, શબવાહિની ચોરાઇ ગઇ.
વેસ્ટે પોલીસને બોલાવી તો રિચાર્ડસન ચોરનો પીછો કરવા માટે તેની કારમાં કૂદીને બેસી ગયો અને ત્યાં ઊભેલા લોકો અચંબાથી આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. વેસ્ટ અને ન્યુ સાઉથ વોલ્સની પોલીસે જણાવ્યું હતું કે શબવાહિનીને હંકારીને સ્કુલના મેદાન સુધી લઇ જવામાં આવી હતી અને તેને વધુ આગળ ન લઇ જાય તે રિચાર્ડસને તેની આગળ પોતાની કાર ઊભી રાખી હતી.
ત્યાર બાદ ટોબિયાસ કૂદીને બહાર આવ્યો અને બોલ્યો તું શું કરી રહ્યો છે? વેસ્ટે કહ્યું ‘તે વ્યક્તિએ આંજ્ઞાંકિત સ્વરે કહ્યું કે મારે હોસ્પિટલ જવાની જરૂર છે.’ 49 વર્ષની આ વ્યક્તિને લઇ જવા માટે એનએસડબ્લ્યુના પોલીસ ઓફિસરો પાંચ મિનીટ બાદ આવી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ વ્યક્તિ તે વ્યક્તિ ડેમેન્શિયાથી પીડાતી હતી અને ગઇકાલે સવારથી જ નર્સીંગ હોમમાંથી ગૂમ છે.

બાદમાં પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતં કે ગૂમ થયેલી 49 વર્ષની વ્યક્તિ ઘટનાસ્થળેથી પકડી લેવાઇ છે અને તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.અંતમાં વેસ્ટે જણાવ્યું હતું ક જેવી શબવાહિની પરત કરાઇ કે અંતિમવિધિ યોજના મુજબ આગળ વધારવામાં આવી હતી અને કદાચ સેઠ રિચાર્ડસને કદાચ મર્યા પછી પણ રમૂજી બનાવ જોયો હશે.