ઓબામાને મળવાની 'ના' પાડી, આ મહાશય પધાર્યા મોદીની શપથવિધિમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અફઘાનિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં લાંબા સમયથી કડવાશ છે. કેમ કે, 9-11 પછીના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા અને ઓસામા બિન લાદેનને ઝડપવા માટે અફઘાનિસ્તાનમાં પગ પેસારો કર્યો.

વર્ષ 2001માં મોટી મોટી સંખ્યામાં અમેરિકન આર્મી અમેરિકામાં ઉતરી હતી. અફઘાનિસ્તાનમાં લગભગ 13 વર્ષો સુધી રહ્યા પછી અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ યુએસ આર્મીને તબક્કાવાર અફઘાનિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે, પરંતુ અમેરિકન સૈન્ય કે વ્હાઇટ હાઉસનો હસ્તક્ષેપ અફઘાન પ્રમુખ હમીદ કરઝાઇને પસંદ નથી.

ગત રવિવારે રાત્રે 25મી મેના રોજ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ અફઘાનિસ્તાન સ્થિત બગરામ એરફિલ્ડની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. બગરામ એરફિલ્ડ અમેરિકન એરફોર્સનું અફઘાનિસ્તાન ખાતેનું હેડક્વાર્ટર છે.

એરફિલ્ડ ખાતે અમેરિકન સૈનિકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઓબામા આવ્યા હતા. તે દરમિયાન ઓબામા સરકારના અધિકારીઓએ અફઘાન પ્રમુખની એરફિલ્ડ પર ઓબામા સાથે મીટિંગની વ્યવસ્થા કરી હતી, પણ સૌના આશ્ચર્ય વચ્ચે અફઘાન પ્રમુખે એરફિલ્ડ પર ઓબામાને મળવાની ના પાડી હતી.

બાદમાં કરઝાઇએ 26મી મેના રોજ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ભાગ લેવા માટે દિલ્હી આવવા રવાના થયા ને 27મી મેના રોજ ભારતના પીએમ સાથે મીટિંગ પણ કરી. આમ, બરાક ઓબામાને મળવાની ના પાડનારે મોદીને મળવા માટે ખાસ સમય ફાળવીને ગ્લોબલ સ્તરે આંચકો આપ્યો.

ઓબામાને મળવાની અફઘાન પ્રમુખે ના કેમ પાડી તે જાણવા માટે સ્લાઇડ બદલતા રહો

(તસવીરઃ શપથવિધિમાં અફઘાનપ્રમુખ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી)