• Gujarati News
  • Hafiz Saeed I Says Ndia Spreading Water Terrorist, Hits Out At PM Narendra Modi

સઈદઃ પાક.માં પૂર ભારતનો જળઆંતકવાદ છે, મોદીની મદદની ઓફર ભ્રામક છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટોઃ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ)
ઈસ્લામાબાદઃ આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના વડા અને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદે પાકિસ્તાનમાં આવેલા પૂર માટે ભારતના જવાબદાર ગણાવ્યું છે. સઈદે જણાવ્યું હતું કે ભારતે જાણ કર્યા વિના જ પાણી છોડતા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ભારત જળઆંતકવાદ મારફતે પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માગે છે. આ સાથે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનને મદદ કરવાની ઓફરને પણ આંખમાં ધૂળ નાખવા સમાન ગણાવી હતી. બીજીબાજુ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે મોદીની ઓફર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે અને ભારતને મદદ કરવાની પણ ઓફર કરી છે.
પૂર માટે ભારત જવાબદાર
સઈદે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતે અયોગ્ય રીતે બંધ બનાવી નદીઓના પાણીની દિશા પાકિસ્તાન પર વાળી છે. આ રીતે તે પાકિસ્તાનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માગે છે. આ પાકિસ્તાનના માથે યુદ્ધ ઠોકી બેસાડવા સમાન છે. અમારી માગ છે આને તુરત અટકાવી દેવામાં આવે. જ્યારે વરસાદ થાય નહીંત્યારે અમારો પાક વગર પાણીને નાશ પામે છે પરંતુ ભારત ચેતવણી વિના જ પાણી છોડીને પૂરની સ્થિતિનું સર્જન કરે છે.
મોદી પર પ્રહારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતાં સઈદે જણાવ્યું હતું કે પૂરને કારણે પાકિસ્તાનને મદદ કરવાની મોદીની ઓફર ભ્રામક છે. આમ કરીને તેઓ પાકિસ્તાનીઓના જીત જીતવા માગે છે. મોદી પૂરપીડિત કાશ્મીરીઓને સહાય કરવાની નિષ્ફળ રહ્યા છે.
પાકિસ્તાનની ભારતને સહાયની ઓફર
નવાઝ શરીફે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા પૂર માટે મદદ કરવાની ઓફર કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. મોદીના પત્રનો જવાબ આપતાં શરીફે જણાવ્યું હતું કે હોનારત સમયે આ પ્રમાણેની એકતા અમૂલ્ય છે. પ્રાદેશિક શાંતિ અને વિકાસ માટેના એજન્ડામાં હોનારત વ્યવસ્થાપનમાં પરસ્પરના સહયોગનો પણ સમાવેશ થવો જોઈએ. ભારતમાં આવેલા પૂરને ધ્યાનમાં લેતાં અમે કોઈ પણ પ્રકારે મદદ માટે હાથ લંબાવીએ છીએ.
આગળની સ્લાઈડસમાં જુઓ, પાકિસ્તાનમાં પૂરને અંગેની તસવીરો...