તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • The Twitter Accounts Of The New York Post, United Press International Hacked

NY POST અને UIPનું ટ્વિટર એકાઉન્ડ હેક, પોસ્ટમાં ત્રીજા વિશ્વયુદ્ધનું એલાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પોપને ટાંકીને કરાયેલી નકલી પોસ્ટ)

વોશિંગ્ટનઃ હેકર્સે અમેરિકાના બે મીડિયા સંસ્થાનોના ટ્વિટર એકાઉન્ટ હેક કરી યુદ્ધ અને અર્થવ્યવસ્થા સંબંધીત નકલી પોસ્ટ કરીને હોબાળો મચાવી દીધો છે. પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા ન્યૂયોર્ક પોસ્ટ અને યુનાઈટેડ પ્રેસ ઈન્ટરનેશનલનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી તેમણે ત્રીજા વિશ્વયુદ્ધના એલાન સંબંધીત પોસ્ટ કરી છે. તેમણે પૉપ ફ્રાન્સિસને ટાંકીને લખ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે.

આ સાથે જ હેકર્સે યુદ્ધને લઈને અન્ય કેટલીક અફવાઓ ફેલાવવા પણ પ્રયાસ કર્યો છે. અમેરિકા અને ચીનની દુશ્મનીનો ઉલ્લેખ કરતા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે 'વોશિંગ્ટનનું એક એકક્રાફ્ટ કેરિયર દક્ષિણ ચીની સાગરમાં ચીનના યુદ્ધજહાજ વિરુદ્ધ યુદ્ધ લડવા માટે તૈયાર છે.' હેકર્સ દ્વારા યુદ્ધ જ નવી અર્થવ્યવસ્થા સંબંધીત ટ્વિટ પણ કર્યું છે. યુનાઈટેડ પ્રેસ કાઉન્સીલના એકાઉન્ટથી બેંક ઓફ અમેરિકાના સીઈઓને ટાંકીને પોસ્ટમાં કેટલાય દાવાઓ કરાયા છે.

જોકે, આ દરમિયાન તૂરંત જ આ બધા ટ્વિટ્સને હટાવી દેવાયા હતાં. થોડી વાર બાદ ન્યૂયોર્ક પોસ્ટે ટ્વિટ કરીને કહ્યું કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવાયું હતું અને આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા પણ એએફપી અને બીબીસી સહિત તમામ મીડિયા સંસ્થાનોના ટ્વિટર એકાઉન્ટ આવી રીતે જ હેક થવાની વાત સામે આવી હતી.
આગળ જુઓ.. હેકર્સ દ્વારા કરાયેલી નકલી પોસ્ટ્સ....