NRI અબજોપતિનું વિકૃત રૂપ, ગર્લફ્રેન્ડ પર વરસાવ્યા લાત અને મુક્કાઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સમયે અમેરિકાનો મોસ્ટ એલિજિબલ બેચલરનું બિરુદ પામેલા 31 વર્ષીય ભારતીય મૂળના ગુરુબક્ષ ચહલે પોતાની ગર્લફ્રેન્ડ પર અત્યંત ગંભીર હુમલો કર્યો તેવી સીસીટીવી ફૂટેજ સામે આવી છે. ગુરુબક્ષે તેની ગર્લફ્રેન્ડ પર 30 મિનિટમાં 117 વાર લાતો અને મુક્કાઓ ફટકાર્યા હતા. તે સિવાય ગુરુબક્ષ વિરુદ્ધ 45 આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના સાન ફ્રાન્સિસ્કોમાં 5 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્ફિનિટી ટાવર્સના પેન્ટહાઉસમાં બની હતી. ગત વર્ષે ઓગષ્ટમાં બની હતી. પોલિસને મળેલ સીસીટીવી ફૂટેજમાં ચહલ તેની ગર્લફ્રેન્ડને માથા પર લાતો મારતો અને તેની ગર્લફ્રેન્ડના ગળે ટૂંપો દેતો નજરે પડ્યો હતો.
ચહલે તેની ગર્લફ્રેન્ડે મારવાની ધમકી આપી હતી, વધુ જાણવા માટે સ્લાઇડ બદલો