તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતી પાવર : USનો ઇતિહાસ 'પટેલ' અને 'શાહ' વગર અધૂરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે અમેરિકા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. 237મો સ્વતંત્રતા દિવસ. આમ તો અમેરિકાના ઇતિહાસમાં ઘણા બધા પ્રકરણ હશે પણ એક પ્રકરણ વગર અમેરિકાનો આખો ઇતિહાસ સાવ અધુરો ગણાશે. એ છે અમેરિકાનો ગુજરાતી ઇતિહાસ.

ગુજરાતી ઓળખ માટે આપણી સંસ્કૃતિનાં પ્રતીકો, પ્રયોગો, માળખાંઓ કે માધ્યમોનું અહીં પણ આરોપણ કરીને, આપણા ગુજરાતી વસાહતીઓએ પોતાનાં મૂળ લીલાં રાખ્યાં છે. ગુજરાતી ડાયસ્પોરાની વાત ....

ભારતનો 'પ્રોફાઇલ' (છાપ અને છબી) ઊંચો લાવ્યો છે, તેમાં ગુજરાતી ડાયસ્પોરા (એનઆરજી)ની પ્રધાન ભૂમિકા રહી છે. ગાંધીજી ડાયસ્પોરાના પ્રથમ અને સૌથી પ્રધાન એનઆરઆઇ હતા, જેમણે ભારત પર ગાઢ અસર જન્માવી.

(1) એક તો વિશ્વભરમાં સૌથી વધુ દેશમાં ગુજરાતીઓ ભારતની બધી પ્રાદેશિક વસતીઓ (બંગાળી, હિંદીભાષી વગેરે) કરતાં સૌથી વધુ પથરાયેલા છે. (2) પૂર્વ આફ્રિકા, ફિજી, યુકે, અમેરિકા, મ્યાન્માર વગેરે દેશમાં એનઆરજી પ્રભાવક સંખ્યામાં વસે છે. (3)આર્થિક દ્રષ્ટિએ પણ ગુજરાતી ડાયસ્પોરા પંજાબીઓની જેમ ઊંચા સ્તરે પહોંચી શક્યો છે. નાના-મધ્યમ સ્તરના સ્ટોરથી માંડીને પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ મોટેલચેઇનના તેઓ માલિક છે. તેવું જ મેડિસિન, પેરામેડિકલ અને હિસાબનીશ ક્ષેત્રોમાં છે. (4) વિશ્વમાં ભારતીય મૂળના 60 સંસદસભ્યો છે. તેમાં ગુજરાતી પણ છે.

વસતીની દ્રષ્ટિએ જ નહીં, વ્યવસાયોમાં પણ ગુજરાતીઓ વિદેશમાં અગ્રેસર છે. અમેરિકાના મોટેલે ઉદ્યોગના અર્થકારણમાં ગુજરાતીઓનો લગભગ 50 ટકા હિસ્સો છે. અમેરિકાની હોટેલ સંપત્તિના 35 ટકા તેમને હસ્તક છે, જેની કિંમત 40 અબજ ડોલર થાય છે. તેઓ દસ લાખ લોકોને રોજી આપે છે. ગુજરાતી મહિલાઓ જેટલી બીજી ભારતીય મહિલાઓ મોટેલ અને સ્ટોર રિટેલ વેપારમાં નથી. અમેરિકામાં ભારતીય મૂળના જે 35 હજાર કરતાં વધુ ડોક્ટરો છે તેના 'આપી' સંગઠનની 1998-2000ની 'આપી ડિરેક્ટરી'માં પટેલ અટકધારી ડોક્ટરો સૌથી વધુ 21 પાના રોકે છે. આ પછી શાહ નામધારીઓ 14 પાનાં રોકે છે. તે પછી રેડ્ડી નવ પાનાં અને સિંહ અટકધારી છ પાનાં રોકે છે.

આગળ વાંચો, અમેરિકાના અસ્તિત્વનો એક ભાગ બની ગયેલા ગુજરાતીઓએ કેવી રીતે મેળવી સફળતા? ક્લિક કરો આગળની સ્લાઇડ્