તસવીરોમાં જૂઓ, બે મહાદ્વિપોને જોડતી અનોખી રેલવે લાઈન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઉત્તર અમેરિકામાં નિર્માણ પામેલી પ્રથમ આંતરદ્વપ રેલવે લાઈન)
ઈન્ટરનેશનલ ડેસ્કઃ 1860માં ઉત્તર અમેરિકામાં આંતર મહાદ્વિપ પ્રથમ રેલવે લાઈન પાથરવામાં આવતી હતી ત્યારે ઉટાહના એન્જિનિયરોને અનેક મુશ્કેલીઓ આડે આવી હતી. એન્જિનિયરો સામે ગ્રેટ સોલ્ટ લેકે સૌથી મોટા પડકાર ઊભો કર્યો હતો. આ તળાવ 4,400 કિલોમીટરનો ફેલાવો ધરાવે છે. શરૂઆતમાં તળાવની ઉત્તરે પથ્થરો પાથરી રસ્તો તૈયાર કરાયો હતો.
આ રેલવે રૂટને સેન્ટ્રલ પેસિફિક રેલ રોડના નામથી ઓળખવામાં આવે છે. 35 વર્ષ પછી 1904માં રૂટ નાનો કરવા માટે દક્ષિણ પેસિફિક રેલ રોડ તૈયાર કરાયો. તેનાથી રેલવેનું અંતર 42 માઈલ એટલે કે 68 કિલો ઘડી ગયું. તત્કાલિન એન્જિનિયર તેને હર્ક્યુલિન (અતિ મુશ્કેલ) પ્રોજેક્ટ કહેતા હતાં.
અમુક વર્ષો સુધી કોઈ મુશ્કેલીઓ આડે આવી નહીં પરંતુ તે પછી રેલવે કંપનીઓ માટે તે ખોટનો ધંધો સાબિત થઈ. 1954માં જ્યારે મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થયો ત્યારે કંપનીઓએ ટ્રેશનની જગ્યાએ પથ્થરો મૂકી ખાલી જગ્યા પૂરી દેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં સરોવરને બે ભાંગમાં વહેંચાયેલો જોઈ શકાય છે. જોકે રેલવે રૂટને લીધે તળાવનો પ્રાકૃતિક જળ પ્રવાહમાં અવરોધ સર્જાયો છે. વધુમાં આ બંને ભાગના રંગ પણ જૂદા થઈ ગયા છે દક્ષિણનો ભાગ લીલા રંગનો છે જ્યારે ઉત્તરનો ભાગ લાલ રંગનો જોઈ શકાય છે.
આગળની તસવીરોમાં જૂઓ, અમેરિકી મહાદ્વિપ પર પથરાયેલી અચંબામાં મૂકી દે તેવી રેલવે લાઈન...
----------------------------------