તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુક્રેનનાં ક્રિમિયા પ્રાંતમાં સશસ્ત્ર લોકોએ ક્ષેત્રીય સરકારી ઇમારત અને સંસદની ઇમારત પર કબ્જો કરી લીધો છે. ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીનાં મતે ગઇકાલે રશિયા તરફી અલગાવવાદીઓ અને દેશનાં નવા નેતાઓનાં સમર્થકો વચ્ચે અથડામણ થઇ હતી.
કાળા સમુદ્ર પાસે આવેલા આ સ્વાયત્ત પ્રદેશનાં વડા પ્રધાન એનાતોલી મોહિલયોવે જણાવ્યું હતું કે શસ્ત્રો સાથે આવેલા 50 લોકોએ ઇમારતો પર કબ્જો મેળવી લીધો હતો અને સરકારી કર્મચારીઓને અંદર પ્રવેશતા રોક્યા હતા. મોહિલયોવે જણાવ્યું હતું કે તેમણે વાટાઘાટો કરવા માટે ક્રિમીયન સરકારની ઇમારતમાં પ્રવેશવાની કોશિશ કરી હતી, પણ બંદૂકધારીઓએ તેમને પાછા મોકલી દીધા હતા.
ઇન્ટરફેક્સ એજન્સીએ સ્થાનિક નેતા રેફાત ચુબારોવને ટાંકતા જણાવ્યું હતું કે સંસદની ઇમારત અને કાઉન્સિલનાં પ્રધાનોની ઇમારત પર હથિયારબંધ લોકોએ કબ્જો કરી લીધો છે. જો કે કબ્જો કરનારાઓએ હજું સુધી પોતાની કોઇ માગ નથી મૂકી.
ઉલ્લેખનીય છે કે યુક્રેનનાં પૂર્વ રાષ્ટ્રપતિએ યુરોપિયન યુનિયન સાથેનો વ્યાપારી કરાર ન કરીને રશિયાનું સમર્થન કરવા બદલ છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં હિંસક દેખાવો ચાલી રહ્યા છે. અંતે વિક્ટર યાનુકોવિચે સત્તા ગુમાવવી પડી હતી.
યુક્રેનમાં નવી સરકારની જાહેરાત થઇ ચૂકી છે. 39 વર્ષીય નવા કેરટેકર વડાપ્રધાન આર્સેની યાત્સેન્યુક કીવનાં ઇન્ડીપેન્ડેન્સ સ્કવેર ખાતે 25000 લોકોની સામે આવ્યા હતા. આર્સેની યાત્સેન્યુક ગયા સપ્તાહે જ જેલમાંથી મુક્ત કરાયેલા વિરોધ પક્ષનાં નેતા યુલિયા ટીમોશેન્કોનાં નજીકનાં સાથીદાર મનાય છે.
આજે ક્રિમિયાની રાજધાની સિમફેરોપોલમાં ક્રિમિયન સંસદ તેમજ સરકારી ઇમારતો પર રશિયન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.